100વર્ષ પહેલા કાશીમાંથી ચોરાઈ ગયેલી માં અન્નપૂર્ણાની પ્રાચીન પ્રતિમા યુપી સરકારને હેન્ડઓવર કરવામાં આવી છે . દિલ્હીમાંથી માં અન્નપૂર્ણાની શોભાયાત્રા શરૂ કરવામાં આવી ગઈ છે. 17 જિલ્લામાં પુર્નસ્થાપના યાત્રા દ્વારા માં અન્નપૂર્ણા 14 નવેમ્બરે કાશી પહોંચશે. મંત્રી નીલકંઠ તિવારીએ જણાવ્યું કે દેવોત્થાન એકાદશી એટલે કે 15 નવેમ્બરે નગર ભ્રમણ પછી શ્રીકાશી વિશ્વનાથ ધામના ઈશાન ખૂણામાં રાની ભવાનીના ઉત્તરી ગેટની નજીકમાં માં અન્નપૂર્ણામૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા થશે. સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહશે.
કેનેડાથી ભારત લાવવામાં આવેલી માં અન્નપૂર્ણાની પ્રતિમાં હાલ દિલ્હીથી ઉત્તરપ્રદેશના કાશી વિશ્વનાથ મંદિરમાં લાવવામાં આવી રહી છે. આજે ખાસ વિધિ કરીને આ મૂર્તિને ઉત્તરપ્રદેશ સરકારને સોંપવામાં આવી હતી કેન્દ્રીય મંત્રી મિનાક્ષી લેખી અને સ્મૃતિ ઈરાની હાજર રહેશે.
1913માં અન્નપૂર્ણા માંની પ્રતિમાની ચોરી થઈ અને 2019માં કેનેડાના વિનિપેગમાં ભારતીય મૂળની આર્ટિસ્ટ દિવ્યા મેહરાની નજર આ પ્રતિમા પર પડતા જ ત્યાર બાદ પછી ભારત સરકારે તેને પછી લાવવા પ્રયત્નો કર્યા હતા એસીએસ હોમ અવનીશ અવસ્થીએ જણાવે છે કે અમે ઔપચારિક રીતે આ મૂર્તિને ASI પાસેથી પછી લાવવા માં આવી હતી ઉત્તરપ્રદેશથી લઈને પાંચ દિવસ સુધી મૂર્તિને ભ્રમણ કરાવીશું. 15 તારીખે રાજ્યના CM યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તેને કાશી વિશ્વનાથ ધામના નવા મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 નવેમ્બર 2020એ પોતાના મન કી બાત કાર્યક્રમમાં દેશના લોકોને માં અન્નપૂર્ણની પ્રતિમા કેનેડામાં મળી હોવાની માહિતી આપી . તેમણે તે દિવસે કહ્યું હતું કે દરેક ભારતીયને એ જાણીને ગર્વ થશે કે માં અન્નપૂર્ણાની સદીઓ જૂની પ્રતિમા કેનેડાથી ભારત લઈ જવામાં આવી રહી છે. આ પ્રતિમા લગભગ 107 વર્ષ પહેલા વારાણસીના એક મંદિરમાંથી ચોરી થયે ગયી હતી . ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને ગયા વર્ષે દેવ દિવાળીના એક દિવસ પહેલા માં અન્નપૂર્ણાની પ્રતિમાને પરત મળવાની માહિતી આપી હતી. હવે આ વર્ષે દેવ દિવાળીના થયેવાર પહેલા જ અન્નપૂર્ણાની પ્રતિમાની પ્રાણ-પ્રતિષ્ઠા કાશી વિશ્વનાથ ધામમાં સ્થપના થવા જે રહી છે.
બલુઆ પથ્થરથી બનેલી માં અન્નપૂર્ણાની પ્રતિમા 16મી સદીની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ધન-ધાન્યની દેવી અને મહાદેવની નગરી કાશીના લોકોને ક્યારે પણ ભૂખ્યા રાખ્યા નથી તેવી આ પ્રતિમામાં માં અન્નપૂર્ણાના એક હાથમાં ખીરનો કટોરો અને એક હાથમાં ચમચી છે. માન્યતાઓ મુજબ સદીઓ પહેલા કાશીમાં ભીષણ તુફાન આવી પડ્યું હતું આ દરમિયાન ભગવાન શિવએ માં અન્નપૂર્ણાનું ધ્યાન ધર્યા પછી તેમની પાસે ભિક્ષા માંગી ત્યારે માં અન્નપૂર્ણાએ કહ્યું હતું કે આજે કાશીમાં કોઈ ખાદ્ય વગર નહીં સુઈ જાય.
માં અન્નપૂર્ણની પ્રતિમા કેનેડાની યુનિવર્સિટી ઓફ રેજિના સ્થિત મેકેંજી આર્ટ ગેલેરીના કલેક્શનનો હિસ્સો હતો. આ આર્ટ ગેલેરીને 1935માં વકીલ નોર્મન મેકેંજીની વસીયત મુજબ બનાવી હતી. 2018માં વિનિપેગમાં રહેનારી ભારતીય મૂળની આર્ટિસ્ટ દિવ્યા મેહરાને મેકેંજી આર્ટ ગેલેરીમાં પ્રદર્શન લગાવવા માટે બોલાવવામાં આવી હતી. તેમણે ગેલેરીમાં રાખવામાં આવેલી પ્રાચીન મૂર્તિઓનું અધ્યન કરવાનું શરૂ કર્યું ત્યરે તેમની નજર માં અન્નપૂર્ણાની પ્રતિમા પર પડી. તેમણે રેકોર્ડ શોધ્યો તો ખ્યાલ આવ્યો કે વર્ષ 1913માં વારાણસીના ગંગા કિનારે સ્થિત એક મંદિરમાંથી આવી જ એક મૂર્તિ લુપ્ત થઈ હતી, જેને મેકેંજી આર્ટ ગેલેરીએ પછી લાવ્યા હતા
દિવ્યા મેહરાએ મેકેંજી આર્ટ ગેલેરીના સીઈઓ જોન હેમ્પ્ટનને અન્નપૂર્ણા પ્રતિમા વિસે ચર્ચા કરી . તેમણે કહ્યું કે પ્રતિમાને ભારતને તરત આપવી જોઈએ. મેકેંજી આર્ટ ગેલેરીના સીઈઓ સહિત અન્ય અધિકારીઓએ દિવ્યા મહેરાની વાત માની લીધી. આ અંગેની માહિતી ઓટાવા સ્થિત ઈન્ડિયન હાઈ કમીશનને પણ મળી. તે પછી ભારતીય અધિકારીઓએ ડિપાર્ટમેન્ટ ઓફ કેનેડિયન હેરિટેજ સાથે સંપર્ક કર્યો હતો અને અન્નપૂર્ણા દેવીની પ્રતિમાને ભારત મોકલવાની ચર્ચા કરી . કેનેડા સરકારે સહમતિ આપી દીધી. પછીથી માં અન્નપૂર્ણાની પ્રાચીન પ્રતિમાનો ભારત આવવાનો રસ્તો સકલો બની ગયો હતો.
માં અન્નપૂર્ણાની પ્રાચીન પ્રતિમા કેનેડા કઈ રીતે પહોંેચી, તેને લઈને આજે પણ લોકો ચર્ચા કરી રહ્યા છે કેટલાક લોકોનું કહેવું છે કે દુર્લભ અને ઐતિહાસિક સામગ્રીઓની તસ્કરી કરનારાઓએ પ્રતિમાને કેનેડા લઈ જઈને વેચી દીધી હતી. ધર્મ-કર્મના ક્ષેત્રમાં રુચિ રાખનાર કાશીના પંડિતોને પણ માં અન્નપૂર્ણાની પ્રતિમાને ગુમ થવાની ચોક્કસ માહિતી આપવામાં આવી નથી
બીજા તરફ મંત્રી ડો.નીલકંઠ તિવારીએ બુધવારે કહ્યું કે જ્યારે સ્વતંત્રતા આંદોલન તેની ચરમસીમાએ હતું, ત્યારે આ પ્રતિમા કેનેડા પહોંચી ગઈ હતી. હવે આ પ્રતિમાને ભારત લાવવામાં આવી છે. 15 નવેમ્બરે પ્રતિમાની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.