ગાંધીનગર
કોરોને વર્તાવેલા કાળા કેર ના કારણે આપણા સૌ ના જીવન ઉપર નકારાત્મક અસરો પડી છે એ વાત જગજાહેર છે પરંતુ તાજેતરમાં જ યુનેસ્કો સંસ્થા દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે કોરોનાના કહેરથી દેશના બાળકો ઉપર એક અત્યંત વિપરીત અસર પડી છે. દેશના 29 કરોડ બાળકોએ કોરોના કાળ દરમિયાન સ્કૂલમાંથી ડ્રોપ લીધો છે. જેમાં પ્રિ-પ્રાઈમરી અને સેકન્ડરી લેવલના 11 કરોડથી વધુ બાળકો હજુ પણ સ્કૂલના શિક્ષણથી દૂર છે. આ 23 કરોડ બાળકોમાંથી 13 કરોડ બાળકીઓ છે જે કોરોના કાળ દરમિયાન સ્કૂલમાંથી ડ્રોપ આઉટ થઇ ચુકી છે. આ અત્યંત ગંભીર અને ભવિષ્યમાં આ બાળકોની જિંદગીને કરિયર, કામની અને પોષણને લઈને પડકારજનક પરિસ્થિતિ ઉભી કરે એવી પ્રબળ સંભાવના છે. કોરોનાને કારણે દુનિયાભરની સ્કૂલ સરેરાશ 4.5 મહિના માટે બંધ રહી. એક્સપર્ટ્સના મતે એની અસર બાળકોના પોષણથી લઈને તેમની ભવિષ્યની કમાણી પર પણ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આપણા દેશના સ્કૂલ ડ્રોપ આઉટ 23 કરોડ બાળકો એ વૈશ્વિક સ્તરે અન્ય દેશોના ડ્રોપ આઉટ બાળકોના 7.5 ટકાની માત્રા ધરાવે છે. હવે ભારતની વાત કરીયે તો દેશમાં છેલ્લા 73 સપ્તાહથી એટલેકે 18 મહિનાઓથી સ્કૂલ બંધ છે. ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો છે. પ્રોબ્લેમ એરિયા એ છે કે ડિજિટલ ડિવાઇસ દેશના બધા બાળકો પાસે ન હોઈ શકે, ઈન્ટરનેટ ના ડેટા પેકેજ પણ બધા બાળકો એફોર્ડ કરી શકે એવું નથી.
હવે સ્કૂલ બંધ રહેવાના મુદ્દે અન્ય દેશોની સાથે ભારતની સરખામણી કરીએ ભારતમાં 73 સપ્તાહથી સ્કૂલ બંધ છે. અમેરિકામાં 62, કેનેડામાં 51, રશિયામાં 13, ચીનમાં 27, બ્રાઝીલ 68, પાકિસ્તાનમાં 60, ઓસ્ટ્રેલિયામાં 40 સપ્તાહથી સ્કૂલ બંધ છે.

