રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારો બાદ જ કોરોનાએ ફરી માથે લીધો એમ ગઇકાલે એક જ દિવસમાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેને લઈને તંત્ર દોડતું થયું પોઝિટિવ ચારેય વ્યક્તિએ કોરોના રસીના બંને ડોઝ લઇ લીધા છેછતાંય ટ્રાવેલ હિસ્ટ્રી પણ ધરાવતા નથી, આથી લોકલ ટ્રાન્સમિશનનું જોખમ ફામરાઈ રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. દિવાળીના તહેવારોમાં ભારે ભીડથી કોરોના સઁકર્મણ વધ્યું
વોર્ડ નં. 9માં હરિનગર મેઈન રોડ પર એક જ પરિવારના બે પુરુષ, જેમાં એકની ઉંમર 72 અને બીજાની ઉંમર 33 વર્ષ છે. આ બંનેને કોરોના લક્ષણો દેખાતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલકરવામાં આવ્યા અને ત્યાં કોરાનાનાં સેમ્પલ લેવાયાં હતાં લેબમાં સેમ્પલ મોકલાતાં રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો. આ બંનેએ રસીના બંને ડોઝ લીધા છે હોવાનું ચોપડે નોંધેલું છે. બીજી તરફ, વોર્ડ નં. 10માં શારદાનગરમાં રહેતા એક જ પરિવારની 55 વર્ષ અને 27 વર્ષની બે મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.જોકે આ બન્નેએ પણ રસીના બે ડોઝ લીધા હતા આ બંને પરિવારને કોઇપણ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતું નથી.
આ ચારેય ને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો એ કોઈ જાણી શક્યું નથી, પણ તંત્રએ તેમના સંપર્કમાં આવેલી 20વ્યક્તિનું સ્ક્રીનિંગ કર્યું હતું અને શંકાસ્પદ લક્ષણ હોય તેવા લોકોના પણ સેમ્પલ લેવાની કામગીરી શરૂથઈ ચુકી છે આ સાથે શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 45850 થઈ છે. દિવાળીના તહેવારોમાં લોકો કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કર્યા વગરજ બિનધાસ્તથી ફર્યા હતા. દિવાળીની ખરીદી માટે બજારોમાં ભીડ ભારે જોવા મળી હતી. ત્યારે હવે તહેવારો પુરા થતાંજ રાજકોટમાં કોરોનાએ ઉથલો લીધો છે. એકસાથે 4 નવા કેસઆવ્યા સામે લોકોનામા ભય દેખાયો .