રાજકોટ માર્કેટયાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ થયું આજે લાભપાંચમ હોવાથી ગુજરાતમાં દરેક લોકોએ કામ -ધધા શરૂ કરી દીધા છે લોકો લાભપાંચમા સારું મુહર્ત જોઈને દુકાનો,ઓફિસો ચાલુ કરી દેતા હોય છે.
આજે લાભ પાંચમના દિવસે રાજકોટના વેપાર-ધંધા ફરી ધમધોકાર ચાલી ઉઠ્યા છે. ત્યારે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીના ભાવમાં વધારો કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં આજે 9 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદવામાં આવી છે. રાજ્ય સરકારે એક મણ મગફળીનો ભાવ 1120 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જિલ્લામાં 59 હજાર ખેડૂતોએ ટેકા ભાવે મગફળી વેચવા માટે સર્ટિફિકેટ કરાવ્યું
આજે સવારે 10 વાગ્યે રાજકોટ માર્કેટિંગ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેવા ખેડૂતોને સમાચાર આપવામાં આવશે. આજે પણ જે ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યો છે તેવા ખેડૂતો જ મગફળીની ખરીદી કરવામાં આવી રહ્યા છે. રાજકોટ માર્કેટીંગ ખાતે રાજકોટ, લોધિકા,પડધરીના ખેડૂતો મગફળી લઇને પહોંચ્યા છે. જોકે, ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે રાજ્ય સરકારની તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે પણ ખેડૂતોમાં આ વર્ષે નિરાશજોવા મળી રહી છે.
આજથી ચાલુ માર્કેટમાં મગફળી,કપાસ દરેક પાકની હરાજી શરૂ કરવામાં આવી છે. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં લાભ પાંચમનું મુહૂર્ત કરી હરાજી શરૂ કરવામાં આવી છે. ચાલુ માર્કેટમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવમાં નિરાશ દેખાઈ રહ્યા છે. બેડી માર્કેટ યાર્ડમાં એક મણ મગફળીનો ભાવ 950થી 1070સુધીનો બોલાઇ રહ્યો છે. આજે 70હજાર ગણી મગફળીની આવક થઈ છે. કપાસમાં 35000 મણની આવક થઇ છે. કપાસનો એક મણનો ભાવ 1260થી 1730 રૂપિયા બોલાઈ રહ્યો છે. દિવાળી પહેલા જે ભાવ મળતા હતા તેના કરતા 50 રૂપિયા ઓછો ભાવ મળી રહ્યો છે. મગફળી અને કપાસની વેંચાણ વધતા ભાવમાં ઘટાડા થયા છે.