દિલ્લી : ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ સીસીઆઇએ આજે આઇપીએલ મીડિયા અધિકાર સંદર્ભે પ્રતિસ્પર્ધા રોધી ગતિવિધીઓ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI ને 52 કરોડ 24 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
અગાઉ ફ્રેબુઆરી 2013માં પણ બીસીસીઆઇને આટલો જ દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ બીસીસીઆઇએ અપીલ કરતા તેને રદબાતલ કર્યો હતો. CCIએ 44 પૃષ્ઠના પોતાના આદેશમાં જણાવ્યું કે 52 કરોડ 24 લાખ રૂપિયાનો દંડ ગત ત્રણ વર્ષો 2013-14, 2014-15 અને 2015-16ની સરેરાશ કમાણી 1164. 7 કરોડ રૂપિયા રહી છે.
સીસીઆઇએ કહ્યું કે પંચના આકલનમાં સ્પષ્ટ રીતે ખબર પડે છે કે બીસીસીઆઇએ પ્રસારણ અધિકારોની બોલી લગાવનારાના વ્યાવસાયિક હિત ઉપરાંત બીસીસીઆઇના આર્થિક હિતોને બચાવવા માટે જાણી જોઈ મીડિયા અધિકાર કરારમાંથી એક નિયમ હટાવાવમાં આવ્યો હતો.