ઉમર અકમલના મૃત્યુની અફવા
પાકિસ્તાની ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી ઉમર અકમલે પોતાના મૃત્યુ અંગે ફેલાઈ રહેલી અફવાઓનું ખંડન કરવા માટે ટ્વીટર પર વીડિયો અપલોડ કર્યો. જણાવી દઈએ કે, અત્યારે પાકિસ્તાનના લાહોરમાં હિંસક ઘટનાઓ થઈ રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીરમાં ઉમર અકમલ જેવો જ દેખાતા એક શખસને ગંભીર હાલતમાં જોઈ તેને ઉમર અકમલ માની લીધો હતો અને તેના મોતના સમાચાર ચારેબાજુ ફેલાઈ ગયા હતા.
વિડીયો પોસ્ટ દ્રારા કર્યું ખંડન
લોકોએ પહેલા તેને સ્વસ્થ થવાની દુઆ આપી અને બાદમાં શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા. આ અંગે સ્પષ્ટતા આપતા ઉમરે કહ્યું કે, તે સ્વસ્થ છે અને લાહોરમાં છે. આ વીડિયોમાં અકલમે કહ્યું કે, તેને કંઈ જ થયું નથી. આ માત્ર એક અફવા છે. આના પર વિશ્વાસ ન કરો. સાથે જ તેણે પોતાના વીડિયોને રીટ્વિટ કરવાનું કહ્યું જેથી વધુમાં વધુ લોકો આ અફવાથી બચે.
ખરાબ ફોર્મને લીધે ટીમથી બહાર છે ઉમર
જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મને કારણે અકલમ ટીમમાંથી બહાર છે. તેણે છેલ્લે જાન્યુઆરી 2017માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી. હવે તે ટીમમાં કમબેક કરવા માટે મહેનત કરી રહ્યો છે.