અમદાવાદમાં સ્પામાં કામ કરતી યુવતીએ લગ્ન પહેલા બાળકને આપ્યો જન્મ, ત્યારબાદ નવજાત શિશુને તરછોડ્યું
હાલ આડા સંબંધોથી થયેલા સંતાનોને તરછોડવાના કિસ્સાઓ વધી રહ્યા છે.અગાઉ ગાંધીનગરમાં મહેંદી પેથાણી અને સચિન દીક્ષિત આડા સબંધો થી થયેલો બાળક શિવાંશને પણ તરછોડયું હતું.શિવાંશને તરછોડવાના 6 દિવસ બાદ હવે અમદાવાદમાં બીજો આવો એક કિસ્સો સામે આવ્યો છે.શહેરના વેજલપુર વિસ્તારની શ્રીનંદ નગર એપાર્ટમેન્ટની સીડીમાં બાળક રડવાનો અવાજ આવ્યો હતો. જેથી અસપાસ રહેતી મહિલાએ બહાર આવીને જોયું તો એક નવજાત બાળક રડી રહ્યું હતું.એટલામાં સીડીમાં કોઈનો ઉતરવાનો અવાજ આવ્યો અને બુમો પડતા સ્થાનિકો દ્વારા મહિલાને પકડી પાડવામાં આવી હતી.
ત્યાર બાદ આ મહિલાએ જણાવ્યું કે નવજાત બાળક મારુ જ છે અને કુંવારી માતા બનતા બાળક તરછોડ્યું હોવાનો ખુલાસો કર્યો હતો. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. જ્યારે બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે.
મહિલાઓએ બાળકનું રડવાનું અવાજ સાંભળ્યું
શ્રીનંદ નગર એપાર્ટમેન્ટના બીજા માળે સવારના સમયમાં રોજની જેમ લોકોના ઘરની બહાર અવળ જવડ ચાલી રહી હતી. તે જ દરમિયાન એક નવજાત બાળકના રડવાનો અવાજ આવ્યો. આ અવાજ સાંભળીને આસપાસ રહેતી મહિલાઓ જ્યાંથી રડવાનું અવાજ આવતું હતું તે સ્થળે પહોંચી હતી.તેઓ બાળકને રડતું જોઈને બુમાબુમ કરવા લાગી હતી.
પ્રેમી યુવતીને છોડીને જતો રહ્યો હતો.
આ સમયે સીડીમાંથી એક યુવતી ભાગીને સોસાયટીના ગેટ તરફ જતી હતી, પરંતુ ત્યાં રહેતા મહિલાઓએ બુમાબૂમ કરતા લોકોએ યુવતીને પકડી લીધી હતી.યુવતીને પકડ્યા બાદ જે જાણવા મળ્યું તે ખૂબ જ ચોંકાવનારી બાબત હતી. આ યુવતી મિઝોરમની રહેવાસી છે. તે અહીં સ્પામાં કામ કરતી હતી. તેને સુનિલ નામના એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો અને સુનિલ સાથેના તેના આડા સબંધથી તે ગર્ભવતી બની પણ સુનિલ તેને મૂકીને જતો રહ્યો હતો.અને પાછો ન આવ્યો. સુનિલનો કોઈ એતો પતો ન લાગ્યો અને એ દરમિયાન એ યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો.
બાળકને જન્મ તો આપ્યો પણ કુંવારી માતા હોવાના કારણે તે કઈ રીતે બાળકની સાળસંભાળ રાખશે તે વિચારીને આ એપાર્ટમેન્ટમાં બાળકને મૂકી ગઈ હતી. પરંતુ સ્થાનિકોએ તેને પકડી લેતા હાલ પોલીસે કાર્યવાહી શરુ કરી છે.