દોહા : 17 વારના વિશ્વ ચૈમ્પિયન પંકજ અડવાણીએ દોહામાં ચાલી રહેલી વિશ્વ સ્નુકર ચૈમ્પિયનશિપમાં સેમી ફાઇલમાં પહોચીને દેશ માટે એક મેડલ નક્કી કર્યો છે. સેમી ફાઇનલમાં તેનો મુકાબલો ઓસ્ટ્રિયાના ફ્લોરિયન નુબલે સામે થશે.
વિશ્વ બિલિયર્ડસ ચૈમ્પિયનશિપમાં નાના અને લાંબા પ્રારૂપની રમતમાં ગોલ્ડ અને કાસ્ય પદક જીતેલા પંકજ અડવાણી સ્નુકર ચૈમ્પિયનશિપમાં સેમી ફાઇનલમાં પહોચનાર પહેલો ભારતીય ખેલાડી છે. ક્વાટર ફાઇનલ મેચમાં પંકજ અડવાણીએ ચીનના યુવા પ્રતિભાવાન ખેલાડી લ્યુ હોંગાઓને 6-2 થી હાર આપી હતી. પંકજ અડવાણીએ ક્વાટર ફાઇનલમાં શરૂઆતની ત્રણ ફ્રેમ જીતવા માટે સફળ રહ્યો હતો. પરંતુ હોંગાઓએ સતત બે ફ્રેમ પોતાના નામે કરીને સ્કોર 3-2 સુધી પહોચાડી દીધો હતો. ત્યાર બાદ પંકજ અડવાણીએ તેને કોઇ તક આપી ન હતી અને ચીનના આ ખેલાડીને હાર આપી હતી. આ પહેલા પ્રી ક્વાટર ફાઇનલમાં તેને પાકિસ્તાનના અસજદ ઇકબાલને 5-1 થી હાર આપી હતી.