ahmedabad news – અમદાવાદ શહેરમાં અકસ્માતો જોવા મળે છે. હાલ અકસ્માત ની ઘટના શહેરના મણિનગર વિસ્તારમાં જોવા મળી જવાહર ચોક રસ્તા પાસે એક અકસ્માત થયો હતો અમદાવાદથી નડિયાદ જતી એસટી બસ નીચે એક એક્ટિવા ચાલક કચડાયો. આખું એક્ટિવા બસની નીચે આવી ગયું હતું અને લોકો એકઠા થયા અને ગંભીર હાલતમાં એક્ટિવા ચાલકને બસમાંથી બહાર કાઢ્યો. ત્યારબાદ લોકોએ 108 પર ફોન કર્યો હતો અને તેને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો..
એસટી બસને ટ્રાફિક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી
આ અકસ્માત થયા પછી જવાહર ચાર રસ્તા પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારબાદ ઈસનપુર- મણિનગર પોલીસનો કાફલો દોડી આવ્યો અને જામ થઈ ગયેલા ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો. આ અકસ્માત અંગે ટ્રાફિક વિભાગને જાણ કરતાં બસની નીચે આવેલા એક્ટિવાને બહાર કાઢી અને એસટી બસને ટ્રાફિક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી.તે બસના તમામ મુસાફરો ડરના લીધે નીચે ઉતર્યા અને ચાલવા લાગ્યા. જવાહર ચોક રોડ પર લગાવેલા CCTV કેમેરામાં કેદ થયેલી ઘટનાની તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરમાં બે દિવસમાં થતા 5 અકસ્માતમાં 6ના મોત
ઘટના-1. પતિએ કાબુ ગુમાવતા કાર પલટી- માતા અને પુત્રીનું મોત
શેલા ગામના રહેવાસી ઈવેન્ટર ઓર્ગેનાઈઝર વિશાલ પાટડિયા લાઈટ જવાથી બે વર્ષની પુત્રીને ગરમી થતી હોવાથી પત્ની-પુત્રીને કારમાં ગોડાઉન પર લઈ જતા હતા.એક ગફલતના કારણે તે કાર ટ્રકની પાછળ અથડાતાં જ વિશાલભાઈના પત્ની અને પુત્રીના મૃત્યુ નિપજ્યા હતા.અને વિશાલભાઈની હાલમાં સારવાર ચાલી રહી છે.
ઘટના :2. લોડિગ રિક્ષાની ટક્કરે એક્ટિવા ચાલાક પર જતી પત્નીનું મૃત્યુ, પતિને ભારે ઈજા
કાગડાપીઠમાં અણુવ્રત સર્કલ પાસે લોડિંગ રિક્ષા એક્ટિવા સાથે અથડાતાં પત્નીનું મોત થયું હતું અને પતિને ઈજા થઈ હતી. અમરાઇવાડીમાં રહેતા ભરતભાઇ જાધવભાઇ પ્રજાપતિ અને તેમના પત્ની મિત્તલબહેન એક્ટિવા પર જઈ રહ્યા હતા. તે દરમિયાન એક લોડિંગ રિક્ષા પલટી ખાઈ ભરતભાઈના એક્ટિવા સાથે આૃથડાઈ ગઈ હતી .એક્ટિવા પલટી ખાઈ જતાં દંપતિને ઇજા થઈ હતી. બેભાન થઈ ગયેલા મિત્તલબહેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું.
ઘટના -3. રોડ ક્રોસ કરતા વૃદ્ધને ઉડાવી વાહન ફરાર
દહેગામ રીંગ રોડ સર્કલથી રણાસણ ટોલટેક્સ જવાના રોડ પર વાહન સાથે અથડાતા પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું હતું. નિકોલ ગામના રહેવાસી દિલીપભાઈ પવારના પિતા અશોકભાઈ ચાલીને જતા હતા. રોડ ક્રોસ કરી રહેલા અશોકભાઈને ટક્કર મારીને અજાણ્યું વાહન ફરાર થઈ ગયું હતું. હિટ એન્ડ રનમાં અશોકભાઈનું મૃત્યુ થતા જી ડીવિઝન ટ્રાફિક પોલીસે વાહનની શોધખોળ શરૂ કરી છે..
ઘટના-4.રાયપુરમાં AMTS બસે ટક્કર મારતા વૃદ્ધનું મૃત્યુ
રાયપુર ચાર રસ્તાથી બિગ બજાર તરફ જતા રસ્તા પર કામનાથ મહાદેવ મંદિર સામે AMTS બસે ટક્કર મારતા પુખ્તનું મોત થયું હતું. થલતેજમાં રહેતા ઓમકારનાથ જોગીના પિતા મેઘનાથ દેવનાથ જોગી રાયપુરના કામનાથ મંદિર સામેના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. AMTS બસ ટક્કર મારીને ભાગી ગઈ. મેઘનાથ જોગીને 108 દ્વારા હોસ્પિટલમાં લઈ જવાતા મેઘનાથ જોગીને મૃત જાહેર કરાયા હતા.. વિભાગની ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
ઘટના-5. એક્ટિવા ડિવાઈડર સાથે અથડાતાં એક યુવકનું મૃત્યુ, બીજાને ઈજા
કણભાથી ઓઢવ આવતાં વી.કે.પેટ્રોલ પંપની સામે એક્ટિવા ડિવાઇડર સાથે અથડાતાં એક યુવકનું મોત થયું હતું અને એકને ઇજા થઈ હતી .વડોદરામાં રહેતા ગેગરેભાઈ આદિવાસીગોઢનું મૃત્યુ નિપજ્યું હતું. એક્ટિવાચાલક, મૃતકના પિતરાઈ ભાઈ મનોહરભાઈ સામે આઈ ડિવિઝન પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.