આડા સંબંધ : પાડોશમાં રહેતી પરિણીતા સાથે પ્રેમમાં પડેલા યુવકે ગિફ્ટમાં આપ્યો ફોન, બસ પછી શું ???
અમદાવાદના નરોડામાં પાડોશી પરિણીતા સાથે પ્રેમ થતાં યુવકે ફોન કર્યો ગિફ્ટ, પ્રેમિકાના પતિ અને મિત્રોએ યુવકને ઢોર માર માર્યો,આ વિષે યુવક અને તેની પ્રેમિકાના પરિવારો વચ્ચે સમાધાન થયું પણ પરિણીતાના પતિએ મનમાં ખુન્નસ રાખી હતી.જોકે આ ઘટના બાદ યુવકે ફરિયાદ કરતાં નરોડા પોલીસે ગુનો નોંધીને તપાસ આગળ શરુ કરી છે.
હાલ અમદાવાદમાં પ્રેમ સંબંધમાં હૂમલો થવાના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે. આવું જ અમદાવાદ શહેરમાં એક યુવકને પાડોશમાં રહેતી પરીણિતા સાથે પ્રેમ થયો અને તે સમયે યુવકે પરીણિતાને ગિફ્ટમાં એક ફોન આપ્યો હતો. આ વસ્તુની જાણ પાડોશમાં રહેતી પરીણિતાના પતિને થઇ ત્યારબાદ પરિણીતાનો પતિ પોતાના સાથે સાથીમિત્રો ને લઇ એ યુવક ને પૂછવા ગયો અને યુવકે જયારે ફોન વિશે જયારે હા કહ્યું તેવી જ રીતે તેના પર પતિ અને સાથીમિત્રોએ લાકડીઓ વડે હુમલો કરી દીધો જોકે આ સમગ્ર ઘટના બાબતે પોલિસમાં ફરિયાદ કરવામાં આવી છે.

અમદાવાદના નરોડામાં રહેતો 31 વર્ષીય યુવક ફર્નિચરની દુકાન ગાંધીનગર ખાતે ધરાવે છે. યુવકને સોસાયટીમાં જ પાડોશમાં રહેતી એક પરિણીતા સાથે પ્રેમ પ્રકરણ શરુ થયો હતો. જોકે સંતાડવાથી સંતાય નહિ તેવું પરિણીતાના પતિને પત્નીના આ પ્રેમ પ્રકરણની જાણ થઈ અને ત્યારબાદમાં યુવક અને તેની પ્રેમિકાના પરિવારો વચ્ચે સમાધાન થયું. જયારે યુવકે આ પ્રેમ પ્રકરણ દરમિયાન પરિણીત પ્રેમિકા ને મોબાઈલ ફોન ગિફ્ટ પણ આપ્યો હતો.

સોમવારના દિવસે આ યુવક તેના બ્લોકના ધાબા પર ઉભો હતો. ત્યારે તેની પાડોશી પ્રેમીકાનો પતિ અને અન્ય લોકો સાથે ત્યાં આવ્યો હતો. પરિણીતાના પ્રેમીને તેના પતિએ મોબાઈલ ફોન વિશે પૂછ્યું હતું.ઈમાનદારી સાથે યુવકે કહ્યું કે આ ફોન તેણે જ્યારે પરિણીત પ્રેમિકા સાથે સબંધ હતો ત્યારે આપ્યો હતો. વાત થતાજ પરિણીત પ્રેમિકાના પતિ સહિતના લોકો યુવક પર લાકડીઓ વડે તૂટી પડ્યા હતા. યુવકને આ બાબતની ખુન્નસ રાખી ઢોર માર મારી અધમૂઓ કરી નાખ્યો હતો.
લાકડીઓથી ઢોર માર મારી આ યુવકને લોહી લુહાણ કરી નાખ્યો હતો. પરિણીત પતિના કેટલાક સાથીમિત્રોએ તો લાકડીઓથી ઢોરમાર મારી આ યુવકને લોહી લુહાણ કર્યો હતો. ત્યારબાદ તાત્કાલિક યુવકને હોસ્પિટલમાં ખસેડતા તેને પાંચ ટાકા આવ્યા હતા.બરડામાં પણ મૂઢ માર વાગ્યો હતો. મારામારી દરમિયાન યુવકની સોનાની ચેઇન, રોકડા અને મોબાઈલ ફોન પણ ક્યાંક પડી ગયા હતા. સમગ્ર બાબતે યુવકે પોલીસને જાણ કરતા નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.