નવ દુર્ગા નાં નવ સ્વરૂપો ની આરાધના એટલે નવરાત્રિ.
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે નવરાત્રી માં નવદુર્ગા જગદમ્બા આદ્યશક્તિ ની ઉપાસના નું પર્વ આરાધના નું પર્વ છે નવરાત્રી ના નવ દિવસ માં માતાજી ના વિવિધ નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવાનું વિધાન શાસ્ત્રોમાં સુંદર રીતે આપેલ છે. સાધક પોતાના ઘરમાં ઘટસ્થાપન કરે છે અને નવ દિવસ સાધક આદ્યશક્તિની આરાધના સાધના પુર્ણ શ્રધ્ધા થી કરે છે.આ આદ્યશક્તિ નવદુર્ગા ના પૂજનથી સંસાર ના સમસ્ત, દુ:ખો, કષ્ટો, રોગ, શોક, નિર્ધનતા વગેરે દૂર થાય છે.
આસો સુદ એકમ એટલે નવરાત્રિ પ્રારંભ ૦૭/૧૦/૨૦૨૧ ગુરૂવાર,
ગરબો લાવવા માટે નું મુહૂર્ત તથા ઘટ સ્થાપના નું મુહૂર્ત.
સવારે ૦૬:૩૪ થી ૦૮.૦૨ ,
બપોરે ૧૨.૨૫ થી ૦૧.૫૨
સાંજે ૦૪.૪૮ થી ૦૭.૪૮.
આસો સુદ અષ્ટમી દુર્ગાષ્ટમી
૧૩/૧૦/ ૨૦૨૧ ને બુધવાર સવારે ૦૬.૩૬ વાગ્યે શરૂ થઈ ને આંખો દિવસ રહેશે.
માટે આઠમ ના નૈવેદ્ય તથા હવન બુધવાર નાં રોજ જ કરવા.
આસો સુદ નવમી તિથી. ગુરૂવાર
તારીખ ૧૪/૧૦/૨૦૨૧ ને ગુરૂવારના સવારે ૦૬.૩૭ વાગ્યે શરૂ થઈ આખો દિવસ રહેશે
માટે નવમી નાં નૈવેદ્ય તથા હવન ગુરૂવાર ના દિવસે જ કરવા.
આસો સુદ દશમી વિજયાદશમી.
તારીખ ૧૫/૧૦/૨૦૨૧ ને શુક્રવારે
સવારે ૦૬:૩૭ થી ૧૧:૦૦
બપોરે ૧૨:૩૦ થી ૦૨:૦૦
સાંજે ૦૪:૪૨ થી ૦૬:૦૮
દશમી નાં હવન તથા નૈવેદ્ય તે જ દિવસે કરવા .