મિલાન: ઇટાલીના મિલાન શહેરમાં રવિવારે વિમાન દુર્ઘટના બની હતી. એક નાનું વિમાન રનવે પર ઉતરતા પહેલા મિલાનમાં ખાલી બે માળની ઇમારતમાં ક્રેશ થયું હતું. જે બાદ એક બાળક સહિત આઠ લોકોના મોતના સમાચાર છે. વિમાન એક બિલ્ડિંગ સાથે ટકરાયું હતું, ત્યારબાદ બિલ્ડિંગમાં પણ આગ લાગી હતી. આ સાથે, નજીકમાં પાર્ક કરેલા ઘણા વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા.
રાહતની વાત એ છે કે પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાં કોઈ ન હતું. અગ્નિશામકોની ટીમ બચાવ કાર્ય માટે સતત કામ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ અકસ્માતમાં વિમાનમાં સવાર લોકો સિવાય અન્ય કોઈને ઈજા થઈ નથી.
સમાચાર એજન્સી ‘લા પ્રેસ’એ ઘટનાસ્થળે હાજર ફાયર ફાઈટર્સને ટાંકીને કહ્યું કે વિમાનના પાયલોટ અને આઠ મુસાફરો મૃત્યુ પામ્યા છે. રાજ્ય સંચાલિત રાય ટીવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે મુસાફરો કદાચ ફ્રાન્સના નાગરિકો હતા. આ અકસ્માતમાં વિમાનમાં સવાર લોકો સિવાય અન્ય કોઈને ઈજા થઈ નથી.
વિમાન મિલાન નજીકના નાના શહેર સાન ડોનાટો મિલાનીઝના સબવે સ્ટેશન નજીક ક્રેશ થયું. જે મકાનમાં વિમાન ટકરાયું હતું તેમાં આગ લાગી હતી. અગ્નિશામકોએ જણાવ્યું હતું કે નજીકના પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં પણ આગ લાગી હતી.
રાહતની વાત એ છે કે પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાં કોઈ ન હતું. સ્થળ પરથી કાળો ધુમાડો નીકળતો હતો તે કેટલાક કિલોમીટર દૂરથી જોઇ શકાતો હતો. ન્યૂઝ ચેનલ સ્કાય ટીજી 24 એ અહેવાલ આપ્યો છે કે વિમાન મિલાનના લિનેટ એરપોર્ટ અને ઇટાલીના સાર્દિનિયા ટાપુ વચ્ચે ઉડાન ભરી રહ્યું હતું.