ઘનશ્યામ નાયક ઉર્ફે NatuKaka (tarak maheta ka ulta chasma) નું 77 વર્ષની વયે કેન્સરને કારણે નિધન
લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટ્ટુ કાકાની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયકને આ વર્ષની શરૂઆતમાં કેન્સર હોવાનું સામે આવ્યું હતું. 77 વર્ષીય અભિનેતાને આ રોગની સારવાર આપવામાં આવી રહી હતી અને તે દર મહિને કીમોથેરાપી ઈલાજ માંથી પસાર થઈ રહ્યા હતા.
તાજેતરમાં, ફેન પેજે શોના સેટ પરથી અભિનેતાની કેટલીક તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે. તસવીરોમાં, અભિનેતા નબળો દેખાય છે અને તેના ચહેરાની એક બાજુ ફૂલી ગઈ હોય તેવું લાગે છે.
ઘનશ્યામ નાયક એટલે નટુ કાકા અભિનેતાને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેના ગળામાં ગઠ્ઠો થયો હતો. તેણે આ માટે સર્જરી પણ કરાવી હતી. જો કે, આ વર્ષે એપ્રિલમાં, તેને તેના ગળામાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું અને ત્યારથી તે કીમોથેરાપી લઈ રહ્યા હતા.