ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ શહેરની 16 અને જિલ્લાની પાંચ મળીને કુલ 21 પૈકીમાંથી ભાજપ માટે ટોપ ગ્રેડ ગણાતી 8 થી 10 બેઠકોની ખુબ જ પ્રતિષ્ઠા છે. જેના માટે દર ચૂંટણીમાં સૌથી વધુ માથાકૂટ કરવી પડતી હોય છે.અને ભાજપને નવા નુસ્ખા અપનાવવા પડતા હોઈ છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપની સ્તિથી વધુ ખરાબ છે. આવી કેટલીક બેઠકો પર કોને ટિકિટ મળશે અને કોને નહિ મળે તેનો નિર્દેશ મળી ગયો હોવાથી અસંતોષ ઉભો થઈ રહ્યો છે. ઉમેદવારીની જાહેરાત બાદ વધુ ભડકો ન થાય તે માટે સંઘના કેટલાક નેતાઓએ મેદાનમાં આવી ડેમેજ કંટ્રોલનું કામ શરૂ કર્યું છે
અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ભાજપના કેટલાક આગેવાનો છેલ્લા બે વર્ષથી જીતેલા અને ભાજપમાં આવી ગયેલા ડો. તેજશ્રીબેન પટેલને વિરમગામની ટિકિટ આપવનો નિર્ણય લેવાય ગયો છે. જેથી સ્થાનિક કક્ષાએ રોષ વ્યક્ત થયો હતો. ભાજપના જ અગ્રણીઓ અને કાર્યકરો ભાજપ નેજ હરાવવા કામ કરશે એવી ભીતિ ઉભી થાય છે. સંઘના અમુક નેતાઓએ વિરમગામ અને બાદમાં વઢવાણ જઈને બેઠકો કરી હતી. તેજશ્રીબેનની હાજરીને લઇને જોરદાર વાંધો ઉઠાવ્યો છે. ત્યારે આ બેઠક માટે કોઈ વિકલ્પ બચ્યા છે કે કેમ તેની ચર્ચા વિચારણા ચાલી રહી છે.