મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ પ્રસિદ્ધિમાં આવેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી ફરી એકવાર પરત ફરવાની તૈયારી કરી રહી છે. લાંબા સમયથી સમાચાર હતા કે રિયા સલમાન ખાનના શો બિગ બોસ 15 નો ભાગ બની શકે છે, પરંતુ હવે તેના પર મહોર લાગી રહી છે, સોમવારે રિયાને અંધેરીના એક સ્ટુડિયો બહાર જોવામાં આવી હતી, ત્યારબાદ આ સમાચારની પુષ્ટિ થયેલ લાગે છે.
રિયા ચક્રવર્તી બિગ બોસનો ભાગ બની શકે છે તે સમાચાર તીવ્ર બન્યા જ્યારે શોમાં જોડાયેલા સ્પર્ધક તેજસ્વી પ્રકાશ અને અભિનેત્રી દલજીત કૌર પણ અંધેરીના એક જ સ્ટુડિયોમાં જોવા મળ્યા હતા. જોકે, અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે રિયા આ શોમાં સ્પર્ધક તરીકે ભાગ લઈ શકે છે કે પછી શોના લોન્ચિંગ દરમિયાન તે સલમાન ખાનની સામે પરફોર્મન્સ આપી શકે છે. પરંતુ એક જ સ્ટુડિયોમાં આ ત્રણની હાજરી ઘણી બધી બાબતોને સાફ કરી રહી છે.
બિગ બોસની 15 મી સીઝન આવતા મહિને 2 જી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. ઘણા લોકપ્રિય સેલિબ્રિટી આવા શોમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આમાંના ઘણા નામો પર પહેલાથી જ મહોર લાગી ચૂકી છે. આ નામો શમિતા શેટ્ટી, ડોનલ બિષ્ટ, કરણ કુન્દ્રા, તેજસ્વી પ્રકાશ અને પ્રતીક સહજપાલ છે. જોકે, તમામ સ્પર્ધકોના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. આ વખતે બિગ બોસની થીમ જંગલ છે, જેમાં સ્પર્ધાનો માર્ગ એટલો સરળ નથી.
રિયા ચક્રવર્તી તાજેતરમાં ફિલ્મ ‘ચેહરે’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ઇમરાન હાશ્મી અને ક્રિસ્ટલ ડિસોઝા મુખ્ય ભૂમિકામાં હતા. બીજી બાજુ, તેજસ્વી પ્રકાશ ‘સ્વર્ગિની’, ‘પેહરેદાર પિયા કી’, ‘કરણ સંગિની’ અને ‘સિલસિલા બદલતે રિશ્તોન કા’ જેવા લોકપ્રિય ટીવી શોનો ભાગ રહી છે.