વલસાડ: 179 વલસાડ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. વલસાડમાં એન.સી.પી.ના ઉમેદવાર ઉજેશ પટેલ ભાજપના સમર્થનમાં ફોર્મ પરત ખેચે તેવી શક્યતા છે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ચાર નામ ભાજપે આપ્યા હતા તેમાં પણ ઉજેશ પટેલનું નામ હતું ભાજપે સીટિંગ ધારાસભ્ય ભરત પટેલને રિપીટ કરતા કોળી પટેલ સમાજના દાવેદારોમાં નારાજગી ફેલાઈ હતી ભરત પટેલ સામે ટિકિટ માંગનારા ઉજેશ પટેલ અને ચેતન પટેલે ભરત પટેલનો ઉગ્ર વિરોધ કર્યો હતો
આજે ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ છે અમારા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઉજેશ પટેલ આગામી વલસાડ નગરપાલિકાના પ્રમુખ બને તેવી શક્યતા છે આગામી નગરપાલિકાના પ્રમુખપદ બક્ષી પંચ માટે અનામત છે અને ઉજેશ પટેને પ્રમુખનું વચન મળતા ઉમેદવારની તરફેણમાં ઉમેદવારી પત્રક પરત ખેંચે તેવી શક્યતા છે.