નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગનું માનવું છે કે ઓલિમ્પિકમાં સ્થાન મેળવવા માટે વધારે દેશોએ ક્રિકેટ રમવાનું શરૂ કરવું જોઇએ. આઇસીસીના કુલ 105 સભ્યો છે પરંતુ માત્ર 12 દેશોને પૂર્ણ સભ્યપદ આપવામાં આવ્યું છે. 2024ની ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ થાય તેવા આઇસીસી પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લે 1990માં ક્રિકેટનો ઓલિમ્પિકમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સેહવાગે જણાવ્યું હતું કે આઇસીસીએ બાબતનો નિર્ણય લેવાનો છે. માત્ર 12 ટીમો પૂરતી નથી. નોંધનીય છે કે ફેબ્રુઆરીની આઠમી તથા નવમીએ સ્વિટ્ઝર્લેન્ડ ખાતે ‘આઇસ ક્રિકેટ’ની યજમાની કરશે જેમાં સેહવાગ ઉપરાંત મહેલા જયવર્દને, શોએબ અખ્તર, ડેનિયલ વેટ્ટોરી તથા ગ્રીમ સ્મિથ જેવા સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે.
