રાજ્ય માં સૌરાષ્ટ્રમાં મેઘસવારી ચાલુ રહી છે અને જામનગર જિલ્લાના જોડીયા પંથક માં સાડા સાત ઈંચ અને ધ્રોલમાં પોણા બે ઈંચ વરસાદ પડતા જળ બંબાકાર ની સ્થિતિ ઉભી થતા તંત્ર દ્વારા ઉંડ-ર ડેમના ત્રણ દરવાજા સાત ફુટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે અને નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા છે.
ડેમ માંથી પાણી જોડાયા બાદ તંત્ર દ્વારા બાદનપર, ભાદરા, જોડીયા, કુન્નડ અને આણંદા ગામના લોકોને ડેમના હેઠવાસના નદીના પટના વિસ્તારમાંથી આવન-જાવન નહીં કરવા અને સાવધ રહેવા સુચના આપી છે. જિલ્લામાં ધ્રોલમાં પણ પોણા બે ઈંચ વરસાદ પડયો હતો, ધ્રોલ તાલુકાના લૈયારામાં ૩૮, લતીપુરમાં ૩૦, જોડીયાના હડીયાણામાં ૧૮, પીઠડમાં ૧ર મીમી વરસાદ અને જોડીયા તાલુકાના હડીયાણા, બાલંભા, પીઠડ વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાતા લોકો માં ભારે ચિંતા ના વાદળો છવાયા છે.
