મોરબી નજીક ટીંબડી પાટિયા પાસે સર્જાયેલા અકસ્માત માં એક કાર બંધ ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતા પાંચ યુવકનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા છે.
પ્રાથમિક વિગતો માં જાણવા મળ્યા મુજબ રાત્રે 10 વાગ્યે કલાકે રસ્તામાં બાઈકચાલકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો
મોરબીમાં રહી ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા તમામ મૃતક યુવકો મૂળ રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યુ છે
આ તમામ રાત્રે 10 વાગ્યે પોતાની ઘરે તરફ જઈ રહયા હતા ત્યારે આ ઘટના બની હતી અને એકસાથે પાંચ યુવકના કરૂણ મોત થતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
મોરબી- માળિયા હાઈવે પર આવેલા ટીંબડી ગામના પાટિયા પાસે અશ્વમેધ હોટલની સામે બાઈકચાલકને બચાવવા જતાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને આગળ પાર્ક કરેલી ટ્રક ન દેખાતાં પાછળથી ધડાકાભેર અથડાતા અકસ્માત નો બનાવ બન્યો હતો.
મૃતક યુવાનો માં આનંદસિંગ પ્રભુરામ સેખાવત (ઉં.વ. 35) રહે. ગણેશનગર, ટીંબડી પાટિયા પાસે, મુ. રાજસ્થાન
2) તારાચંદ તેજપાલ બરાલા (ઉં.વ.25)
(3) અશોક કાનારામ બિરડા (ઉં.વ. 24)
(4)વિજેન્દ્રસિંગ
(5) પવનકુમાર મિસ્ત્રી નો સમાવેશ થાય છે.