મેરઠ : ભારતીય ક્રિકેટ ટીમનો બોલર ભુવનેશ્વર કુમાર આજે લગ્નના બંધનમાં બંધાઈ જવાનો છે. મેરઠ નિવાસી ભુવનેશ્વરના લગ્ન નૂપુર નાગર સાથે થઇ રહ્યા છે. લગ્ન પહેલા ગઈકાલે ભુવનેશ્વર કુમારની પીઠીનો કાર્યક્રમ થયો હતો અને તેની થનારી પત્નીની મહેંદીની સેરેમની થઈ હતી. ત્યારે આજે ભુવનેશ્વર કુમાર લગ્નના બંધનમાં બધાવા જઇ રહ્યો છે. જોકે આવતીકાલથી ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થતી હોય ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ ભુવનેશ્વર કુમારના લગ્નમાં હાજર નહી રહે. પરંતુ બીજી ટેસ્ટ મેચ બાદ રીશેપ્શનમાં ભુવનેશ્વર કુમારે ભારતીય ટીમ અને શ્રીલંકાની ટીમને આમંત્રણ આપ્યું છે. જેમાં તમામ ખેલાડીઓ હાજર રહે તેવી શક્યતાઓ છે.
