રાજકોટ ની મુલાકાત દરમ્યાન વર્લ્ડ હેવી વેટ ચેમ્પિયન ધ ગ્રેટ ખલીએ કાલાવડ રોડ પર આવેલી એક દુકાનમાં પાણીપૂરી ખાવાની મોજ માણી હતી. ખલી એ માત્ર થોડીજ મિનિટો માં 10 પ્લેટ પાણીપૂરી, 5 પ્લેટ સેવ-દહીંપૂરી મળી કુલ 60 નંગ પાણીપૂરી 25 નંગ સેવ-દહીંપૂરી આરોગી ગયા હતા અને બાદ માં 500 એમએલની પાણીની 4 બોટલ પી ગયા હતા. સૌરાષ્ટ્ર માં ખલીએ રાજકોટના જાહેર માર્ગ પર કારની બોનેટ પર પાણીપૂરીની પ્લેટ રાખી ખાવાનો આનંદ લીધો હતો. ખુલ્લી જીપમાં રાજકોટ માં નીકળ્યા ત્યારે તેમણે ચાહકોનું અભિવાદન જીલ્યું હતું અને લોકોને કસરત કરવા ઉપર ભાર મૂક્યો હતો , બીમાર થઈને જે રૂપિયા ડોક્ટરોને દેવાના છો તો એનાથી બચવા જિમમાં થોડા પૈસા ખર્ચી કરસત કરવા અથવા ઘરે કસરત કરી લોકોને પોતાનું શરીર તંદુરસ્ત રાખવા મેસેજ આપ્યો હતો.
રવિવારે રાજકોટ ની મુલાકાત બાદ તેઓ અમદાવાદ જવા રવાના થયા હતા.
