મુંબઈ : કંગના રનૌત જાવેદ અખ્તર બદનક્ષી કેસમાં આજે કોર્ટ પહોંચી હતી. કંગનાએ કોર્ટમાં કાઉન્ટર અરજી આપી છે. કંગનાએ કેસ ટ્રાન્સફર અરજી પણ દાખલ કરી છે. કંગના રનૌતે જણાવ્યું હતું કે, “કોર્ટે સાક્ષીઓની તપાસ કર્યા વિના, બે વાર સુનાવણી વગર વોરંટ ઇશ્યૂ કરવાનું કહ્યું છે. આ અદાલત પરથી વિશ્વાસ ઉઠી ગયો.
અંધેરી કોર્ટમાં બદનક્ષીનો કેસ, કંગનાએ જાવેદ અખ્તર પર પણ આરોપ લગાવ્યો છે. કંગના રનૌતે જાવેદ અખ્તર વિરુદ્ધ ખંડણીની કલમ 384 હેઠળ ફરિયાદ કરી છે. આ મામલાની સુનાવણી 1 ઓક્ટોબરે થવાની છે.
શું છે સમગ્ર મામલો
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ અભિનેત્રી કંગના રનૌતે બોલીવુડ ઉદ્યોગ પર ભત્રીજાવાદ (નેપોટીઝમ) આરોપ લગાવ્યો હતો. તે દરમિયાન કંગના રનૌતે ગીતકાર જાવેદ અખ્તરનું નામ પણ લીધું હતું. કંગનાના નિવેદનથી દુ:ખી, ગીતકાર જાવેદ અખ્તરે કંગના સામે માનહાનિનો કેસ દાખલ કર્યો. આ કેસમાં તે 7-8 તારીખ પડી છે, પરંતુ કંગના એક પણ સુનાવણીમાં કોર્ટમાં હાજર થઈ ન હતી. આજે કંગના આ મામલે કોર્ટ પહોંચી હતી.