નવી દિલ્હી : જો તમે પણ સેવિંગ એકાઉન્ટ (બચત ખાતા) ઉપરાંત કરંટ એકાઉન્ટ (ચાલુ ખાતું) ખોલવા માંગો છો તો પહેલા તેના ફાયદા અને ગેરફાયદા જાણો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કરંટ એકાઉન્ટ પર ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. SBI ચાલુ ખાતું નાના વેપારીઓ, વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ માટે યોગ્ય છે કે જેઓ સસ્તા ભાવે તમામ સુવિધાઓ સાથે ચાલુ ખાતું ઇચ્છે છે.
SBI કરંટ એકાઉન્ટમાં દર મહિને 5 લાખ રૂપિયા મફત જમા કરાવવાની સુવિધા છે. SBI ના કરંટ એકાઉન્ટમાં, ગ્રાહકોએ દર મહિને મિનિમમ બેલેન્સ એટલે કે માસિક સરેરાશ બેલેન્સ જાળવવું પડે છે. કરંટ એકાઉન્ટમાં 5,000 રૂપિયાનું બેલેન્સ જાળવવાનું રહેશે. SBI માં, દરેક વ્યક્તિ કે જેની પાસે માન્ય KYC છે તે કરંટ એકાઉન્ટ ખોલી શકે છે.
આ મળશે લાભ
આમાં, પ્રથમ 50 ચેક બુક મફતમાં ઉપલબ્ધ છે.
મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ, ફ્રી એટીએમ કાર્ડ પણ પ્રથમ વર્ષમાં આપવામાં આવે છે.
તમે બેંકમાં નિયમિત કરંટ એકાઉન્ટમાં દર મહિને 5 લાખ રૂપિયા સુધીની રોકડ મફતમાં જમા કરાવી શકો છો.
તમે મફતમાં એક શાખામાંથી બીજી શાખામાં નાણાં ટ્રાન્સફર કરી શકો છો.
ગ્રાહકો માટે મહત્તમ બેલેન્સની કોઈ મર્યાદા નથી. નોમિનેશનની સુવિધા ઉપલબ્ધ છે.
વીડિયો કોલ પર ઘરે બેઠા ખાતું ખોલો
SBI માં ખાતું ખોલવા માટે બેંક શાખાની મુલાકાત લેવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ખાતું ખોલાવી શકો છો. આ કામ વીડિયો કોલ દ્વારા કરવામાં આવશે. SBI એ તેની મોબાઈલ બેંકિંગ એપ- YONO પર વિડિયો KYC દ્વારા ખાતા ખોલવાની સુવિધા શરૂ કરી છે.
આ સુવિધા દ્વારા, ગ્રાહકો શાખાની મુલાકાત લીધા વિના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં પોતાનું ખાતું ખોલી શકશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને ફેશિયલ રિકગ્નિશન ટેકનોલોજી દ્વારા સંચાલિત આ ડિજિટલ પહેલ કોન્ટેક્ટલેસ અને પેપરલેસ પ્રક્રિયા છે.
SBI માં નવું બચત ખાતું ખોલવાની યોજના ધરાવતા ગ્રાહકો માટે વિડિયો KYC સુવિધા ઉપલબ્ધ રહેશે.
આ પ્રક્રિયા છે
આ નવી સુવિધાનો લાભ લેવા માટે, તમારે ફક્ત YONO એપ ડાઉનલોડ કરવી પડશે. એન્ડ્રોઇડ મોબાઇલ યુઝર્સ તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે અને આઇફોન યુઝર્સ તેને એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. હવે તેને ખોલો. ‘ન્યૂ ટુ એસબીઆઇ’ પર ક્લિક કરો અને ‘ઇન્સ્ટા પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ’ પસંદ કરો.
એપ્લિકેશનમાં તમારી આધાર વિગતો દાખલ કરો અને આધાર ચકાસણી પૂર્ણ થયા પછી તમારે તમારી વ્યક્તિગત વિગતો એટલે કે નામ, સરનામું, મોબાઇલ નંબર વગેરે દાખલ કરવું પડશે. કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારે વીડિયો કોલ શેડ્યૂલ કરવો પડશે. સફળ વીડિયો KYC પછી, તમારું એકાઉન્ટ સરળતાથી ખોલવામાં આવશે.