રાજકોટ શહેરના જામનગર રોડ પર બજરંગ પોલીસ સ્ટેશન ને એક ઇસમે સળગાવતા ભારે ચકચાર મચી ગઇ છે પત્નીના ત્રાસથી કંટાળેલા પતિએ લાંબો સમય જેલમાં રહેવાની જીદ સાથે પેટ્રોલ છાંટી આગ લગાડયા બાદ ત્યાંજ ઉભો રહેતા પોલીસે તેને પકડી લીધો હતો. પોલીસ સ્ટેશનમાં આ ઇસમે આગ લગાડતા
આસપાસ ના વેપારીઓ દોડી આવ્યા અને પાણી છાંટી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લગાડનાર શખસનું નામ દેવો હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસ પૂછપરછમાં દેવો પત્નીના ત્રાસથી કંટાળી ગયો હતો. આથી તે લાંબો સમય સુધી જેલમાં રહેવા માગતો હતો. તેણે પોલીસ સ્ટેશનના દરવાજા પર પેટ્રોલ છાંટી આગ લગાડી દેતા પોલીસમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે પોલીસે તુરંત જ દેવાની ધરપકડ કરી લીધી હતી.
પોલીસ સ્ટેશન સળગાવનારનું નામ દેવજી ઉર્ફે દેવો ચાવડા છે. ઘર કંકાસ અને આર્થિક ભીંસ હોવાથી કામ નથી કરવું જેલમાં જ રહેવું છે તેમ કહી આગ લગાડી હોવાનું આરોપી યુવકનું પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. હાલ પોલીસે યુવકની ધરપકડ કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને IPC 436 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
