રાજકોટ ની પ્રખ્યાત રાજકુમાર કોલેજની ચૂંટણી જાહેર મામલો
સેલ્યુટ અને નોન સેલ્યુટ ગ્રુપ વચ્ચે ચૂંટણી જંગ ની ચુંટણીઓ ની તૈયારી શરૂ થઈ છે જેમાં રાજકુમાર કોલેજની ચૂંટણીમાં ૧૭ રાજવીએ દાવેદારી નોંધાવી છે જે માટે ચૂંટણી અધિકારી તરીકે એ.એચ. ચાવડાની કરાઈ નિમણૂક કરવામાં આવી છે અને આગામી તારીખ 19 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે.
જેમાં એ ગ્રુપ સેલ્યુટ સ્ટેટમાં 7 રાજવીઓ
જયારે બી ગ્રુપ નોન સેલ્યુટ સ્ટેટમાં 10 રાજવીએ ઉમેદવારી નોંધાવી છે આ ચૂંટણી માં રાજકોટ ઠાકોર સાહેબ સહિત ભાવનગર, ધાંગધ્રા, ધ્રોલ, જાફરાબાદ, લીંબડી અને વઢવાણ ના રાજવી નો સમાવશે એ ગ્રુપ સેલ્યુટ સ્ટેટમાં થાય છે,જયારે અમરનગર થાણાદેવડી, ચુડા, જેતપુર, લાઠી, મુળી, પાટડી, સાયલા, વડિયા, વલ્લભીપુર અને વીરપુરના રાજવી નો સમાવશે બી ગ્રુપ સેલ્યુટ સ્ટેટમાં થાય છે