નવી દિલ્હી: જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહક છો, તો તમારા માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એક વખત તેના ગ્રાહકોને એલર્ટ કર્યા છે. SBI તેના ગ્રાહકોને અપીલ કરી રહી છે કે PAN ને આધાર (PAN-Aadhaar Link) સાથે જલદીથી લિંક કરો. બેંકે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ચેતવણી જારી કરી છે. એસબીઆઈના જણાવ્યા અનુસાર, જો કોઈ ગ્રાહક આ ન કરે તો તેને બેંકિંગ સેવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
તમને જણાવી દઈએ કે અત્યારે આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વનો દસ્તાવેજ બની ગયો છે. આ વિના, કોઈ મોટો નાણાકીય વ્યવહાર શક્ય નથી. બેંકોથી સરકારી યોજનાઓ સુધી દરેક જગ્યાએ તેની જરૂર છે. આવી સ્થિતિમાં પારદર્શિતા જાળવવા માટે PAN ને લિંક કરવું જરૂરી છે.
જાણો શું કહ્યું બેંકે?
SBI એ તેના ખાતાધારકોને 30 સપ્ટેમ્બર સુધીમાં તેમના PAN ને આધાર સાથે લિંક કરવા પણ કહ્યું છે. બેંકે ટ્વીટ કર્યું છે કે PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. અમે અમારા ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે કોઈપણ અસુવિધા ટાળવા માટે PAN ને આધાર સાથે લિંક કરો અને સીમલેસ બેંકિંગ સેવાનો આનંદ માણવાનું ચાલુ રાખો.
PAN અને આધાર લિંક કરવાની પ્રક્રિયા
1- તમારી પાસે PAN અને આધાર કાર્ડ લિંક કરવાની બે રીત છે. પ્રથમ એસએમએસ દ્વારા અને બીજું આવકવેરા વેબસાઇટ પર જઈને કરી શકાય છે.
2- જો તમે એસએમએસ દ્વારા PAN અને આધારને લિંક કરવા માંગો છો, તો તમારે UIDPAN <space> 12 અંકનો આધાર નંબર <space> 10 અંકનો PAN નંબર 567678 અથવા 56161 પર SMS કરવો પડશે.