વડોદરા : ગુજરાતનો સ્ટાર ક્રિકેટર ગણાતો કૃણાલ પંડ્યા તેની ગર્લફ્રેંડ પંખુરી શર્મા સાથે બહુ જલ્દીથી લગ્ન બંધનમાં જોડાવા જઈ રહ્યો છે. આ લગ્ન મુંબઇમાં થશે. કૃણાલ ક્રિકેટ ક્ષેત્રે સક્રિય છે તો પંખુરી ફિલ્મ ઇંડસ્ટ્રિમાં માર્કેટિંગના ક્ષેત્રમાં કામ કરે છે. પંખુરીને કૃણાલના ભાઈ હાર્દિક પંડ્યા સાથે પણ સારી મિત્રતા છે.
પંખુરી મુંબઇમાં આઇપીએલની મેચ દરમિયાન કૃણાલ સાથે જોવા મળી હતી ત્યારથી આ બંનેના સંબંધોની ચર્ચા થઈ રહી હતી.
ક્યાં અને ક્યારે થશે લગ્ન
કૃણાલ તથા પંખુરીન લગ્ન 27 ડિસેમ્બરે મુંબઇના જે. ડબલ્યું મેરિયોટ્ટમાં થશે. જેની તૈયારીઓમા પરિવાર અત્યારથી જ મુંબઇ પહોંચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે ક્રૃણાલ પંડ્યાના લગ્નમાં સિને જગતના તેમજ ક્રિકેટ જગતની મોટી સેલિબ્રિટીઓ પણ સામેલ થશે.
જાણો શું કહ્યું ક્રૃણાલ પંડ્યાના પિતાએ
કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતુ કે, અમારા પરિવારમાં ખુશીનો માહોલ છે. અમે કૃણાલના લગ્ન ધામધૂમથી મુંબઇમાં કરીશુ. લગ્નની તમામ તૈયારીઓ ચાલી રહી છે. વડોદરાના સ્ટાર ક્રિકેટર કૃણાલ પંડ્યાની ભાવી પત્ની પંખુરી શર્મા ફિલ્મ માર્કેટિંગ ક્ષેત્રે કામ કરે છે.