મુંબઈ : ટીવી અને બોલિવૂડ અભિનેત્રી ગૌહર ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના પર્સનલ અને પ્રોફેશનલ જીવન સાથે જોડાયેલા અપડેટ્સ તેના ચાહકોને આપતી રહે છે. તાજેતરમાં તેના પોસ્ટર વાયરલ થયા છે. આ પોસ્ટર્સમાં તે વરુણ ધવન સાથે જોવા મળી રહી છે. આ પોસ્ટર બિયર પોંગ ફેસ્ટિવલનું હતું. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગૌહર ખાન અને વરુણ ધવન આ ફેસ્ટિવલમાં હાજરી આપવા જઈ રહ્યા છે.
જો કે ગૌહર ખાને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બીયર પોંગ ફેસ્ટિવલમાં હાજરી આપવાના દાવાને ફગાવી દીધો છે. ગૌહરે, જેણે નિર્ભયતાથી સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, તેણે આ પોસ્ટ અને બીયર પોંગ ઉત્સવના આયોજકને પણ આડેહાથ લીધા છે.
તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઇવેન્ટનું પોસ્ટર શેર કરતા ગૌહર ખાને લખ્યું, “આ એક છેતરપિંડી છે! હું કોઇ બિયર પોંગ ફેસ્ટિવલમાં નથી જવાની ! કેસ દાખલ કરવા જઇ રહી છું, તૈયાર રહો!”
લખનઉ કેબ ડ્રાઈવરે ટેકો આપ્યો
તાજેતરમાં, ગૌહર ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી અને ત્યાં ગૌહર ખાને લખનૌ કેબ ડ્રાઈવર કેસ પર પોતાનો પક્ષ આપ્યો હતો અને કહ્યું હતું કે ડ્રાઈવર જે રીતે આવી પરિસ્થિતિઓમાં વર્તે છે તે એક સારો દાખલો બેસાડે છે.
આખા ભારતને આવા લોકોની જરૂર છે
એરપોર્ટ પર હાજર પેપરાઝીઓએ લખનૌની યુવતીના વાયરલ વીડિયો પર તેમની પ્રતિક્રિયા માગી હતી. આ માટે, તેમણે કહ્યું, “તેમણે આદર દર્શાવ્યો. તે તેમની ભલાઈ અને વર્તન હતું. તે તેમના મૂલ્યો દર્શાવે છે અને આ પ્રકારના માણસની આખા ભારતને જરૂર છે.”