નવી દિલ્હી : બેંકો તેમના ગ્રાહકોને વિવિધ પ્રકારની સેવાઓ (સર્વિસ) પૂરી પાડે છે. તમે પણ બેંકની ઘણી સેવાઓનો ઉપયોગ કરતા હશો, પરંતુ શું તમે જાણો છો કે બેંક આ સેવાઓનો લાભ લેવા માટે પણ ચાર્જ વસુલવામાં આવે છે. ઘણા લોકો સેવા પર વસૂલવામાં આવતા ચાર્જ વિશે જાણતા નથી. આવી સ્થિતિમાં, સેવાનો ઉપયોગ કરવા પર તેમના ખાતામાંથી નાણાં કાપવામાં આવે છે. ચાલો તમને બેંક દ્વારા લેવાયેલા કેટલાક આવા ચાર્જ વિશે જણાવીએ.
કેશ ટ્રાન્જેક્શન ચાર્જ
બેંકો મર્યાદિત રોકડ ટ્રાન્જેક્શનની સુવિધા પૂરી પાડે છે અને તમે નિર્ધારિત નિયમો અનુસાર એક મહિનામાં 4-5 વ્યવહારો કરી શકો છો. નક્કી સંખ્યા પછી પણ, જો તમે કોઈ કેશ ટ્રાન્જેક્શન કરો છો, તો તેના પર ચાર્જ લેવામાં આવે છે. આ ચાર્જ દરેક બેંકમાં તેના નિયમો અનુસાર અલગ – અલગ હોય છે. સામાન્ય રીતે સરકારી બેંકમાં તે 20 થી 100 રૂપિયા સુધી હોય છે.
એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ
બેંકો તેમના ગ્રાહકોને એટીએમમાંથી મર્યાદિત સંખ્યામાં મફત વ્યવહાર કરવાની મંજૂરી આપે છે. ટ્રાન્ઝેક્શનની નક્કી સંખ્યા કરતા વધુ કરવા માટે બેંક ફી વસૂલે છે. મફત વ્યવહારોની સંખ્યા અને ચાર્જની રકમ બેંકથી બેંકમાં અલગ પડે છે. આ સાથે, બેંક એટીએમ કાર્ડની જાળવણીનો ચાર્જ પણ લે છે.
મિનિમમ બેલેન્સ ન જાળવવા બદલ ચાર્જ
ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોય તો પણ બેંકો ચાર્જ કરે છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો અનુસાર લઘુત્તમ બેલેન્સ મર્યાદા બદલાય છે. તે 1,000 રૂપિયાથી 5,000 રૂપિયા સુધીની છે. બેંકો સામાન્ય રીતે લઘુતમ બેલેન્સ ન જાળવવા બદલ ગ્રાહક પાસેથી 100 રૂપિયા લે છે.
દસ્તાવેજી ચાર્જ
બેંકો પણ દસ્તાવેજ માટે ગ્રાહક પાસેથી ચાર્જ લે છે. જેમ કે એકાઉન્ટ સ્ટેટમેન્ટ ઇશ્યૂ કરવા માટેનો ચાર્જ, ડુપ્લિકેટ પાસબુક ઇશ્યૂ કરવા માટેનો ચાર્જ વગેરે આમાં સમાવિષ્ટ છે. ચાર્જની રકમ બેંકથી બેંકમાં બદલાય છે.
ફંડ ટ્રાન્સફર ચાર્જ
NEFT અને RTGS વ્યવહારો બેંક ગ્રાહકો માટે મફત છે પરંતુ IMPS ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવામાં આવે છે. આ ચાર્જ ટ્રાન્સફર કરવાની રકમ પર આધારિત છે.