નવી દિલ્હી : છેલ્લા કેટલાક અઠવાડિયાથી બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેનો પતિ રાજ કુન્દ્રા અશ્લીલ વીડિયોને કારણે ચર્ચામાં છે. અશ્લીલ વિડીયો બનાવવા અને એપ્લિકેશનમાં અપલોડ કરવાના આરોપમાં રાજ કુંદ્રાની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે. હવે શિલ્પા શેટ્ટીની માતાએ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ મામલાને રાજ કુંદ્રા અથવા શિલ્પા સાથે કોઈ સંબંધ નથી. શિલ્પાની માતા સુનંદાએ જમીનમાં છેતરપિંડી અંગે આ ફરિયાદ નોંધાવી છે.
સુનંદા શેટ્ટીએ સુધાકર ધારે વિરુદ્ધ જાહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ જમીન કરજત જીલ્લા રાયગડની છે.
સુનંદાએ પોલીસને જણાવ્યું છે કે, તેણે સુધાકર સાથે 2019 થી ફેબ્રુઆરી 2020 દરમિયાન કરજતથી જમીનનો સોદો કર્યો હતો. તે સમયે તેણે તે જમીન સુનંદાને બનાવટી દસ્તાવેજોની મદદથી 1 કરોડ 60 લાખમાં વેચી દીધી હતી, એમ કહીને કે જમીન તેમની છે.
થોડા સમય પછી જ્યારે સુનંદાને આ વિશે ખબર પડી, ત્યારે તેણે તે અંગે સુધાકરને પૂછપરછ કરી. સુધાકરે કહ્યું કે તે કોઈ નેતાનો નજીકનો છે. તેમજ કોર્ટમાં જવા કહ્યું હતું.
આ પછી સુનંદા કોર્ટમાં ગઈ અને કોર્ટના આદેશ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
આ કેસમાં આઈપીસીની કલમ 406, 409, 420, 462, 467, 468, 471, અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી શિલ્પા શેટ્ટી અને તેનો પતિ રાજ કુંદ્રા પોર્ન વીડિયો બનાવવાના સમાચારમાં છે. રાજ કુંદ્રા પર આ પ્રકારના વીડિયો બનાવવાનો અને એક એપ દ્વારા તેમને પ્રકાશિત કરવાનો આરોપ છે. તે જ સમયે, પોલીસને શિલ્પાની આવી કામગીરીમાં સામેલ થવા વિશે કોઈ માહિતી નથી.
રાજ કુંદ્રાની પોલીસે 19 જુલાઈએ ધરપકડ કરી હતી. આ પછી કોર્ટે તેને બે વાર પોલીસ કસ્ટડી આપી હતી. બુધવારે તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. હવે રાજ કુંદ્રા 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં છે.