મુંબઈ : કલર્સ ચેનલના સૌથી વિવાદિત શો ‘બિગ બોસ’ની સીઝન 15 ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અને હવે તેમાં ભાગ લેનારા સ્પર્ધકોના નામ પણ સામે આવ્યાં છે. આમાં એક નામ ટીવી એક્ટ્રેસ નેહા મારદાનું છે. આ પહેલા પણ ચાર વખત નેહા આ શોની ઓફર નામંજૂર કરી ચૂકી છે પરંતુ તે 15મી સીઝન માટે સંમત થઈ ગઈ છે. તેની એન્ટ્રી કન્ફર્મ થઇ ચુકી છે. આ સમાચારથી ચાહકો ખૂબ ખુશ છે કારણ કે હવે તેમને નેહાને વાસ્તવિક જીવનમાં જોવાનો મોકો મળશે. ચાલો તમને જણાવી દઈએ કે નેહા મારદા કોણ છે?
બાલિકા વધુ સીરિયલથી ઓળખ મળી
નેહા મારદારાજસ્થાન પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેનો જન્મ 23 સપ્ટેમ્બર 1985 માં કોલકાતામાં મારવાડી પરિવારમાં થયો હતો. નેહાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક કર્યું છે. ટીવી પર, તેણી ‘બાલિકા વધુ’ ની ‘ગેહના’ અને ડોલી અરમાન કી જેવી સિરીયલો માટે જાણીતી છે.
નેહા બૂગી-વૂગી શોની વિજેતા રહી છે
ટીવી સાથે નેહાનો સંબંધ બાળપણથી જ જોડાયેલો રહ્યો છે, પહેલીવાર તે સોની ટીવીના ડાન્સ શો બૂગી-વૂગીમાં જોવા મળી હતી. તેણે એક સ્પર્ધક તરીકે આ શોમાં ભાગ લીધો હતો. 11, 17 અને 19 વર્ષની ઉંમરે નેહાએ આ શોમાં ભાગ લીધો હતો. તે 2004 માં આ શોની વિજેતા પણ રહી હતી. રસપ્રદ વાત એ છે કે 21 વર્ષની ઉંમરે તેણે જાવેદ જાફરીની સાથે શોને જજ પણ કર્યો હતો.
આ સીરિયલથી ટીવી પર ડેબ્યુ
વર્ષ 2005 માં, નેહાએ સહારા વનની સિરિયલ ‘સાથ રહેગા ઓલવેઝ’ થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. આ શો પછી તે સિરિયલ ‘ઘર એક સપના’ માં જોવા મળી હતી. આમાં તેણે શ્રુતિની ભૂમિકા નિભાવી હતી. નેહાની વર્ક લિસ્ટ લાંબી છે. તેણે જીટીવીના શો મમતા, ‘શ….કોઈ હૈ’ અને એકતા કપૂરના શો ‘કહે ના કહે’માં પણ કામ કર્યું હતું. પરંતુ તેમને કલર્સના લોકપ્રિય શો ‘બાલિકા વધુ’ થી ઓળખ મળી. આમાં તેણે ગેહનાનો રોલ ભજવ્યો હતો. જીટીવીની સિરિયલ ‘ડોલી અરમાનો કી’માં નેહાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિરીયલ માટે તેને પ્રિય બેટી ઝી સિને એવોર્ડ પણ મળ્યો હતો. નેહા 2008 માં શાહિદ કપૂર વિદ્યા બાલનની ફિલ્મ ‘કિસ્મત કનેક્શન’માં પણ જોવા મળી હતી. આ બધા સિવાય નેહા ‘જો ઇશ્ક કી મરઝી વો રબ કી મરઝી’, ‘શ્રદ્ધા’, ‘દેવોં કે દેવ મહાદેવ’ માં પણ જોવા મળી હતી.
નેહા ઘણા રિયાલિટી શોનો ભાગ રહી
નેહા ઘણા રિયાલિટી શોમાં પણ કામ કરી ચૂકી છે. તે ‘ઝલક દિખલા જા -4’, ‘બોક્સ ક્રિકેટ લીગ 2’ અને ‘ખતરો કે ખિલાડી -8’ જેવા શોનો ભાગ બની હતી.