સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડતા કેટલાક સ્થળે ભારે તારાજી સર્જાઈ છે.રાજકોટ નજીક આવેલા કાગદડી ગામમાં ત્રણેક કલાકમાં લગભગ ૧૪ ઈંચ જેટલો વરસાદ પડતા ગામમાં જળબંબાકારની સ્થિતિ સાથે ગામમાં નદીનાં પૂરના પાણી ફરી વળતા ગાય, ભેંસ જેવા ૧૦૦ થી વધુ પાળતુ પશુઓ તણાઇ જતા લોકો માં ભારે દહેશત ફેલાઈ હતી અને મચ્છુ હોનારત ની યાદ તાજી થઈ હતી
કેટલાક પશુઓનાં મૃતદેહો હાથ લાગ્યા છે હજુ કેટલાક લાપતા હોવાના અહેવાલો છે.
બીજી તરત ભારે વરસાદ માં વીજ થાંભલા જમીનદોસ્ત થતા અંધારપટ છવાઈ ગયો હતો.
કાગદડી ગામ અને આસપાસના વિસ્તારમાં પાણી ઉતર્યા બાદ કેટલા પશુઓનાં મોત થયા છે તે હકીકત જાણી શકાશે.
ભારે વરસાદ ને પગલે વીસ થી વધુ વીજ થાંભલા ધરાશાયી થતા ગઈકાલ રાતથી જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને મકાનોને પણ ભારે નુકશાન થયુ છે. જો કે ગ્રામજનો સાવચેત થઈ જતા સદનસીબે જાન હાની થઈ ન હતી.
ઘટના બાદ તાલુકા મામલતદાર, ટીડીઓ સહિતની ટીમ ગઈ કાલે રાત્રે કાગદડીમાં પહોંચવા પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ ગામમાં જઈ શકાય તેવી સ્થિતિ ન હોય બીજા દિવસે આજે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી તાલુકાનાં અધિકારીઓ ના જણાવ્યા મુજબ હાલ માં પાંચ પશુઓનાં મૃતદેહો મળ્યા છે બાકી ના કેટલા પશુ તણાયા તે અંગે તપાસ બાદ જાણી શકાશે,ખેતર માં અને મકાનો પણ નુકશાન થયું હોય તે અંગે સર્વે ચાલી રહ્યો છે.
