રાજ્ય માં સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો અને કાલાવડ તાલુકામાં સતત બીજા દિવસે વરસાદ ચાલુ રહ્યો હતો અને સવારથી સાંજે 6 વાગ્યા સુધીમાં તાલુકામાં 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. બપોર ના સમયે માત્ર બે કલાકમાં ચાર ઈંચ વરસાદ પડતા કાલાવડ શહેર અને ગ્રામ્યમાં પાણી જ પાણી થઈ ગયા હતા અને બાલંભડી ડેમ ઓવરફ્લો થતા છતર ગામની નદીમાં ઘોડા પૂરના આવતા એક ભારેખમ JCB તણાયું હતું, જો કે, સદનસીબે ચાલકનો બચાવ થયો હતો. કાલાવડ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ અડધાથી લઈ એક ઈંચ જેટલો વરસાદ પડ્યા ના અહેવાલો છે.
જામજોધપુર પંથક માં પણ ભારે વરસાદ પડતા કલ્યાણપુર ગામ પાસે આવેલો સોગઠી ડેમ ઓવરફ્લો થઇ ગયો હતો અને નદીમાં પુર સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે નદી કાંઠે આવેલા નરમાણા ગામના રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા.
