અમદાવાદ : પાકિસ્તાનના સ્પિનર સઇદ અઝમલે બોલિંગ એક્શનમાં બદલાવ કર્યાના બે વર્ષ બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. પોતાની સફળ પરંતુ વિવાદાસ્પદ કારકિર્દી દરમિયાન અઝમલ વન-ડે અને ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં વિશ્વનો નંબર વન બોલર રહી ચૂક્યો હતો અને ટેસ્ટમાં પણ તે ઘણો સફળ હતો. તેણે પાકિસ્તાન તરફથી ૩૫ ટેસ્ટમાં ૧૭૮ વિકેટ, ૧૧૩ વન-ડેમાં ૧૮૪ વિકેટ અને ૬૪ ટી-૨૦ મેચમાં ૮૫ વિકેટ ઝડપી હતી.
શું હતી ઘટના.?
પાકિસ્તાનના સ્પિનર સઇદ અઝમલે બોલિંગ એક્શનમાં બદલાવ કર્યાના બે વર્ષ બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. બોલ નાખતી વખતે તેની કોણી નિર્ધારિત સીમા કરતાં વધુ વળતી હતી જેને કારણે સપ્ટેમ્બર ૨૦૧૪માં અઝમલની બોલિંગ એક્શનને અયોગ્ય ગણાવતાં આઈસીસીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ કર્યો હતો. પોતાની બોલિંગ એક્શન પર સવાલ ઊઠતાં નારાજ થયેલા અઝમલે ભારતીય સ્પિનર હરભજન અને આર. અશ્વિન પર ચકર હોવાનો આરોપ લગાવ્યો હતો.
બોલીંગમાં પહેલા જેવી ધારદાર ન રહેતા કંટાળીને નિવૃતી લીધી
અઝમલે પોતાની બોલિંગ એક્શનમાં સુધારો કરી વાપસી કરી હતી પરંતુ તેની બોલિંગમાં પહેલાં જેવી ધાર રહી નહોતી જેને કારણે છેલ્લા બે વર્ષથી ટીમની બહાર ચાલી રહ્યો હતો.
વર્ષ ૨૦૦૮માં સઇદ અઝમલે ૩૧ વર્ષની વયે ભારત સામેની કરાચી વન-ડે મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. અઝમલ પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ ટી-૨૦ ફોર્મેટમાં ૨૦૧૫માં બાંગ્લાદેશ સામે રમ્યો હતો. બોલ નાખતી વખતે તેની કોણી નિર્ધારિત સીમા કરતાં વધુ વળતી હતી જેને કારણે સપ્ટેમ્બર ૨૦૧૪માં અઝમલની બોલિંગ એક્શનને અયોગ્ય ગણાવતાં આઈસીસીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ કર્યો હતો. અઝમલે પોતાની બોલિંગ એક્શનમાં સુધારો કરી વાપસી કરી હતી પરંતુ તેની બોલિંગમાં પહેલાં જેવી ધાર રહી નહોતી જેને કારણે છેલ્લા બે વર્ષથી ટીમની બહાર ચાલી રહ્યો હતો.