રાજ્ય માં કલોલ માં કોમી તોફાન ફાટી નીકળ્યા બાદ તેને પોલીસે કાબુ કરી લીધા બાદ રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસપાટણમાં પણ ગઇકાલે રાત્રે બે કોમના જુથ વચ્ચે અથડામણ થતા ભારે ભાગદોડ મચી ગઇ હતી.જોકે, સ્થળ ઉપર દોડી ગયેલી પોલીસે મામલો કાબુ માં લઇ લેતા ખાના ખરાબી થતા રહી ગઈ હતી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. સોમવારે બપોરે મોટર સાયકલ અથડાવા જેવી બાબત માં રાત્રે આ મામલો કોમી અથડામણ નું રૂપ લઈ લેતા બે જુથ સામ સામે આવી ગયા હતા અને મેઇન બજારમાં સામસામે પથ્થરમારો થતા નાસભાગ મચી ગઇ હતી આ ઘટના માં બે વ્યકિતને ઇજા થઇ છે. તો બે બાઇક અને દુકાનોમાં તોડફોડ થઇ હતી અને આગ લગાડવાનો પણ પ્રયાસ થયો હતો. આ ઘટના ને પગલે અહીં ના વેરાવળ સુત્રાપાડા, સોમનાથ મરીન પોલીસ પણ બંદોબસ્તમાં મુકાઇ ગઇ હતી. પ્રભાસપાટણમાં બે કોમના જુથ વચ્ચે દંગલ થતા પોલીસે બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો હતો
