રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચોટીલાના મોલડી ગામે ચાલતા જુગાર ના અડ્ડા ઉપર પોલીસે રેડ કરતા પોલીસથી બચવા ભાગેલા મહેશ સોમા ગમારા નામના કુખ્યાત હિસ્ટ્રીશીટર નું મોત થયું હતું.
ચોટીલા પંથકના નાની મોલડી ગામે ઘોડીપાસા નો જુગાર નો અડ્ડો ચાલતો હોવા અંગે ની મળેલી ચોક્કસ બાતમી આધારે નાની મોલડી પોલીસ મથક ના મહિલા પીએસઆઈ સોનારા એ પોલીસ ટીમ ને સાથે રાખી રેડ કરતા જુગારીઓ માં ભારે દોડધામ મચી જવા પામી હતી જેમાં પોલીસથી બચવા ભાગવા જતા રાજકોટના કુખ્યાત હિસ્ટ્રીશીટર મહેશ સોમા ગમારા બેભાન થઈ જતા તેને સારવાર અર્થે હોસ્પીટલ માં લઇ જવાતા ફરજ પર હાજર તબીબો એ તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટના ની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.
મૃતક મહેશ ગમારા ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો તેની વિરુદ્ધ ફયરીંગ, હથિયાર, મારામારી, ધમકી, જુગાર સહિતના ઢગલાબંધ ગુનાઓ નોધાયેલા છે મહેશ ગમારા ઉપર અનેક ગંભીર ગૂના નોંધાયેલા હતા તે ૨૦૧૬માં રાજકોટમાં ગેંગવોર વખતે ભક્તિનગર પોલીસમાં ઝડપાયો ત્યારે તેની સામે ૨૯ ગૂના બોલતા હતા તે છ વખત પાસમાં જઈ આવ્યો હતો ઉપરાંત બલી ડાંગર અને મહેશ ગમારા વચ્ચે ગેંગવોર ચાલતી હતી.
