કોરોનાની ત્રીજી તરંગ જે બાળકો માટે વધારે જોખમી હોવાનુ માનવામા આવે છે. એવુ કહેવાય છે આ સંદર્ભે, સરકાર તબીબી સેવાઓ વધારે મજબૂત બનાવવા માટે બહુ જ પ્રયત્નો કરે છે. એ જ રીતે, માતાપિતા પણ પોતાના બાળકોને શારીરિક રીતે મજબૂત બને એવુ કરી રહ્યા છે, જેથી તેમના બાળકો તાકાતથી આવતી ત્રીજી તરંગનો સામનો કરી શકે. ડાયેટિશિયન અને ડોકટરો દ્વારા પણ ડાયેટ ચાર્ટ તૈયાર કરવાના જુદા જુદા આવી રહ્યા છે, જેથી બાળકોની પ્રતિરક્ષા પણ મજબૂત થઈ શકે.
ડાયેટિશિયન શિલ્પા અગ્રવાલે એક વાર જણાવ્યું હતું કે દરરોજ દિવસ મા 10 થી 15 કોલ તેમના માતા-પિતા દ્વારા આવી રહ્યા છે જેઓ તેમના બાળકો વિશે બહુ ચિંતિત છે.તેઓ પોતાના બાળકોના આહારમાં દરેક પ્રકાર ના પોષક તત્વોનો સમાવેશ કરવા માગી રહ્યા છે, જે તેમના બાળક ની પ્રતિરક્ષાને મજબૂત પણ બનાવશે. ડાયેટિશિયન રેણુકા ડુંગે પણ કહ્યું હતું કે અમે માતાપિતાને કોરોના મહામારી ના ત્રીજા તરંગથી ડરવુ નહી એ પણ જોડે જોડે સમજાવી રહ્યા છીએ, પરંતુ સાવધાન રહેવુ જરૂરી છે અને બાળકોને શુ કરવુ, અને શુ ખાવુ તે પણ સમજાવા નો પ્રયાસ કરુ છુ. ડોક્ટર ડો.રવિન્દ્ર ભદૌરીયાએ પણ જણાવ્યુ હતુ કે કોરોના મહામારી ની ત્રીજી તરંગ બાળકો માટે જીવલેણ પણ સાબિત થશે નહી, ફક્ત બાળકોની રોગ પ્રતિરક્ષાને મજબૂત બનાવવાની ઉપચાર કરો, જેથી તેઓ આ વાયરસનો સામે લડી શકે.
બાળકોના આહારમાં વિટામિન-D નો સમાવેશ ખાતરી પૂર્વક કરો. શાકાહારીઓ મશરૂમ્સમાથી પણ વિટામિન-D લઈ શકતા હોય છે, જ્યારે માછલી, ઇંડા ખાવા વાળા માસાહારી લોકો માટે આ બહુજ ફાયદાકારક પણ છે. આ સિવાય પોતાના બાળકો ને દરરોજ સવારના તડકામાં થોડો સમય બેસાડી ને રાખો.
બાળકોના આહારમાં પ્રોટીન નો સમાવેશ પણ કરો. પ્રોટીન માટે વિવિધ જેવા કે દૂધ, ઇંડા, કઠોળ, બીજ વગેરે આપો.
ખોરાક બનાવવા મા આદુ, લસણ, હળદર, કાળા મરીનો ઉપયોગ કરવો જરૂરી છે.
બાળકોના વિવિધ આહારમાં સપ્તરંગી રંગો પણ હોવા જોઈએ. શાકભાજી, ફળો, બદામ વગેરે વધારે પ્રમાણ માં શામેલ કરો.