10 જુલાઈના રોજ જેઠ મહિનાની અમાસ રહેશે. આ દિવસે શનિવાર હોવાથી તેના ફળનું મહત્ત્વ વધી જશે. જેના લીધે તેને શનેશ્વરી અથવા શનિશ્ચરી અમાસ કહેવામાં આવશે. શનિવારે અમાસ તિથી સૂર્યોદયના થોડા સમય સુધી રહેશે. તેથી આ દિવસે તીર્થ અને પવિત્ર નદીમાં સ્નાન કરવાનું અને દાનનું મહત્ત્વ રહેશે. આ દિવસે તીર્થ સ્નાન કરવા અથવા ઘરે જ ન્હાવાના પાણીમાં પવિત્ર નદીઓનું જળ ઉમેરીને સ્નાન કરવાથી જાણીજોઈને કે અજાણ્યામાં થયેલા પાપ દૂર થાય છે. આ પર્વ પર સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. સંક્રમણથી બચવા માટે ઘરે જ પાણીમાં ગંગાજળ અથવા કોઈ પવિત્ર નદીનું જળ મિક્સ કરીને સ્નાન કરવું. ત્યારબાદ શ્રદ્ધા મુજબ, દાન કરીને સંકલ્પ લેવો જોઈએ. પછી જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઈએ. આ દિવસે તેલ, જૂતા-ચપ્પલ, લાકડીનો પલંગ, છત્રી, કાળા કપડા અને અડદની દાળનું દાન કરવાથી કુંડળીમાં રહેલો શનિ દોષ દૂર થઈ જાય છે. ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે શનિવારે આવતી અમાસ શુભ ફળ આપે છે. આ તિથી પર તીર્થ સ્નાન અને દાનથી અનેકગણું પુણ્ય મળે છે. અમાસ શનિ દેવની જન્મતિથી પણ છે. તેથી આ દિવસે શનિદેવના પીપળના ઝાડની પૂજા કરવાથી કુંડળીમાં રહેલો શનિ દોષ દૂર થઈ જાય છે. આ દિવસે શનિ દેવની કૃપા મેળવવા માટે વ્રત રાખવું જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ.
