નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે પેટ્રોલ-ડીઝલની કિંમતો આસમાને પહોંચતા લોકો સસ્તા સીએનજી અને પીએનજી તરફ વળ્યા હતા. જો કે હવે સીએનજી અને પીએનજીથી સંચાલિત ગાડીઓ દોડાવવી પણ લોકોને મોંઘી પડશે. કારણ કે ગાડીમાં વપરાતા સીએનજી અને ઘરોમાં પાઇપલાઇન મારફતે પહોંચતા પીએનજી ની કિંમતોમં પણ વધારો થયો છે. દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં સીએનજીની કિંમતોમાં 90 પૈસા પ્રતિ કિગ્રા દીઠ વધારો કરાયો છે. તો પીએનજીની કિંમત 1.25 રૂપિયા વધારવામાં આવી છે. સીએનજી અને પીએનજીની નવી કિંમતો આજે ગુરુવારથી લાગુ થઇ ગઇ છે.
હવે દિલ્હીમાં સીએનજીની કિંમત 44.30 રૂપિયા પ્રતિ કિગ્રા થઇ ગઇ છે જે પહેલા 43.40 રૂપિયા હતી. તો નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાજિયાબાદમાં 49.98 પ્રતિ કિગ્રાના દરે સીએનજી મળશે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડના મતે પીએનજીની નવી કિંમત 29.66 પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર થઇ ગઇ છે. એનસીઆરમાં 29.61 રૂપિયા સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કરી દીધી છે. તેની પહેલા માર્ચમાં સીએનજીન કિંમતમાં 90 પૈસા અને પીએનજીની કિંમતમાં 91 પૈસાનો વધારો કરાયો હતો.