સીડની : ક્રિકેટના કેટલાક દિગ્ગજ ખેલાડી પોતાની ઓલ ટાઇમ ઇલેવનની પસંદગી કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે પણ પોતાની ઓલ ટાઇમ ઇલેવનની પસંદગી કરી છે, જેમાં તેને એક ભારતીય ખેલાડીને પોતાની ટીમમાં જગ્યા આપી છે જ્યારે રીકિ પોન્ટિંગને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ગ્લેન મેક્સવેલે ભારતના વર્તમાન સમયના બે દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીને નજર અંદાજ કર્યા છે.
સચિન અને ગિલક્રિસ્ટ ઓપનર
રિકી પોન્ટિંગની આગેવાની વાળી ટીમમાં ગ્લેન મેક્સવેલે એક ભારતીય બેટ્સમેન સચીન તેંદુલકરને રાખ્યો છે. સચિનની સાથે ઇનિંગની શરૂઆત વિકેટ કીપર બેટ્સમેન એડમ ગિલક્રિષ્ટને રાખ્યો છે. જ્યારે મિડલ ઓર્ડરની જવાબદારી રિકી પોન્ટિંગ, વેસ્ટ ઇન્ડીઝના મહાન બેટ્સમેન બ્રાયન લારા અને સર વિવિયન રિચર્ડ્સ તેમજ ડીન જોન્સને આપી છે. મેક્સવેલની ટીમમાં ઓલ રાઉન્ડ તરીકે કાલિસને જગ્યા આપી છે.
– જ્યારે બોલિંગની જવાબદારી વસીમ અકરમ, ગ્લેન મેકગ્રાથ, શેન વોર્ન અને વકાર યૂનિસને સોપવામાં આવી છે.
મેક્સવેલની ટીમમાં આ મોટા નામને કરાયા નજર અંદાજ:
– ગ્લેન મેક્સવેલે ક્રિકેટ જગતના કેટલાક મોટા નામોને પોતાની ટીમમાંથી નજર અંદાજ કર્યા છે, જેમાં મુખ્ય નામ રાહુલ દ્રવીડ, ઇન્ઝમામ ઉલ હક, કુમાર સંગાકાર, મુરલીધરન અને મહેન્દ્રસિંહ ધોનીનું છે.
આવી છે ગ્લેન મેક્સવેલની ઓલ ટાઇમ ઇલેવન:
એડમ ગિલક્રિસ્ટ, સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ (કેપ્ટન), બ્રાયન લારા, વિવિયન રિચર્ડ્સ, ડીન જોન્સ, જેક્સ કાલિસ, વસીમ અકરમ, શેન વોર્ન, ગ્લેન મેકગ્રાથ, વકાર યૂનિસ.