અમદાવાદ : ફરારીના ડ્રાઇવર સેબેસ્ટિયન વેટલે બ્રાઝિલિયન ગ્રાં.પ્રી. પર કબ્જો જમાવ્યો છે. વેટલે આ સિઝનમાં તેની પાંચમી ફોર્મૂલા વન ટાઇટલ રેસ જીતી છે. તેની સાથે ડ્રાઇવર ચેમ્પિયનશીપમાં બીજા સ્થાન હાંસલ કર્યું છે. મર્સિડીઝના વોલ્ટેરી બોટાસ બીજા સ્થાને રહ્યો. રવિવારે થયેલા આ રેસમાં ફરારીની કિમિ રાઇકોનને ત્રીજું સ્થાન મળ્યું હતું.
ગત મહીને પોતાનો ચોથો વર્લ્ડ ટાઇટલ મેળવનારર લુઇસ હેમિલ્ટને આ રેસમાં ચોથા સ્થાને રહ્યો. મહત્વનું છે કે રેસ જીત્યા બાદ વેટલે કહ્યું કે શરૂઆતમાં સારું રહ્યું હતું. પરંતુ તેના બાદ મારી કારના વ્હીલમાં થોડી મુશ્કેલી આવી હતી.
વેટલે કહ્યું કે ત્યારે મેં વિચાર્યું હતું કે હું કદાચ મોકો ગુમાવી દઇશ, પરંતુ વાલ્ટેરી સંઘર્ષ કરી રહ્યો હતો તેથી મારી પાસે તક હતી. અને મને લાગે છે કે મેં તેમને થોડો હેરાન કર્યો. હેમિલ્ટન 345 અંકો સાથે ફોર્મુલા નંબર વન ડ્રાઇવરોની રેંકિંગમાં પહેલા સ્થાને છે. તેમના પછી વેટલ 3.2 અંકો સાથે છે. 280 અંક સાથે બોટાસ ત્રીજા સ્થાને છે.