ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને મહત્વના સમાચાર આવી શકે છે. મુખ્યપ્રધાન રૂપાણીના નિવાસસ્થાને મળનારી હાઇપાવર કમિટીની બેઠકમાં રથયાત્રા મુદે અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે… સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર શરતોને આધીન રથયાત્રા કાઢવાની મંજૂરી આપી શકે છે… સરકાર રથયાત્રા મુદ્દે આવતીકાલે પોતાનો નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે.અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈને પોલીસ અને આરપીએફે ફૂટ પેટ્રોલિંગ કર્યુ..જમાલપુરમાં આવેલા જગન્નાથજી મંદિરથી ખમાસા ચાર રસ્તા સુધી ટુકડીએ પેટ્રોલિંગ કર્યુ હતુ. સ્થાનિક પોલીસ અધિકારીઓ સહિત પોલીસ જવાનો કાફલો ઉપસ્થિત રહ્યો હતો..રથયાત્રાની તૌયારીઓને લઇને પોલીસ દ્વારા દર વર્ષે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે..નોંધનીય છે કે અષાઢી બીજ અને 12 જુલાઇએ આ વર્ષે રથયાત્રા નીકળશે.જેમાં ભગવાન જગન્નાથ,,ભાઇ બલભદ્ર અને બહેન શુભદ્રા અમદાવાદના નગરજનોના દર્શને નીકળશે…આ વર્ષે બપોર બાદ રથયાત્રા નીજ મંદિરે ફરત ફરે તેવું આયોજન કરવામાં આવ્યું છે…સિમિત ભક્તો સાથે ભગવાન પોતાના ભક્તોને દર્શન આપવા નીકળશે.
