રાજકોટ શહેર એરપોર્ટ પોલીસ દ્વારા બેટી નદીના પુલ પરથી બે જેટલા વ્યક્તિઓને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ.હડીયાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું તથા મારો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલા બેટી નદીના પુલ પરથી હરિયાણા પાસિંગનીનો એક ટ્રક દારૂના જથ્થા સાથે પસાર થવાનો છે. તે બાતમીના આધારે હું અને મારી ટીમ અગાઉથી જ વોચમાં ગોઠવાયેલી હતી જે દરમિયાન હરિયાણા પાર્સિંગનો ટ્રક ત્યાંથી પસાર થતા તેને રોકવામાં આવ્યો હતો.ત્યારબાદ ટ્રકમાં તપાસતા મકાઇના ભૂટ્ટાની આડમાં રોયલ ચેલેન્જ તેમજ નાઈટ બ્લુ નામની બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. તો સાથે જ 5,77,500 રૂપિયાનો મકાઈનો ભુશો પણ મળી આવ્યો હતો. તેમજ મોબાઇલ ફોન ટ્રક સહિતનો કુલ 27,69,340 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.એરપોર્ટ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ગુરમીત સિંગ બીમસિંગ ચમાર, દીલબાગ મનીરામ ચમાર નામના શખ્શો ટ્રકમાં મકાઈના ભુસાની આડમાં લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઘુસાડવાની પેરવીમાં હતા. રાજકોટ માલવિયા નગર પોલીસ દ્વારા પણ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની મેક ડોલ નંબર વન સુપિરિયર વિસ્કી કંપનીની 24 જેટલી બોટલો માયાણી નગર આવાસ યોજના ક્વાર્ટરના બ્લોક નંબર 28 પાસેથી કબજે કરવામાં આવી છે. દરોડા દરમિયાન આરોપી અક્રમ હનીફભાઇ મળી ન આવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.
