રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક પરણિતાને ફિનાઈલ પી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. જે બાબતની જાણ પોલીસને થતા પોલીસે પરિણીતાના નિવેદનના આધારે તેના પતિ સાસુ તેમજ નણંદ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જાનવી નામની પરણિતાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી છે. પરિણીતાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે 17 વર્ષની ઉંમરે તેના પ્રથમ લગ્ન આંબેડકર નગર વિસ્તારમાં રહેતા શ્યામ નામના વ્યક્તિ સાથે થયા હતા. પરંતુ તે બીજી યુવતીને લઈ ભાગી જતાં તેની સાથે છુટાછેડા લઇ લીધા હતા ત્યારબાદ મેં બીજા લગ્ન ઉપલેટા નામ માંડાસણ ગામે રહેતા કાનજી સાથે કર્યા હતા પરંતુ કાનજી દારૂ પીને મારકૂટ કરતો હોવાના કારણે તેની સાથે પણ છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ મેં ત્રીજા લગ્ન કાલાવડ રોડ પર આવેલા ભીમ નગર વિસ્તારમાં રહેતા જીગ્નેશ તેની સાથે કર્યા છે. લગ્ન થતાની સાથે જ જીગ્નેશ દ્વારા વિચિત્ર માગણીઓ મારી પાસે કરવામાં આવતી હતી.પંદર દિવસ પૂર્વે જીગ્નેશ દારૂના નશામાં ચકચૂર થઇ મારી સાથે શરીર સુખ માણતા સમયે મારા ગુપ્ત ભાગ પર બચકા ભરી લીધા હતા. જેના કારણે મને અસહ્ય દુખાવો થતાં મેં તેને ડોક્ટર પાસે લઈ જવા આજીજી કરી હતી. પરંતુ તેણે મને ડોક્ટર પાસે સાથે આવવા બાબતે સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેના કારણે મેં ડોક્ટર પાસે એકલું જવાનું નક્કી કર્યું હતું.ડોક્ટર પાસે જય નહીં શકવાના કારણે મારા ગુપ્ત ભાગ પર રસી થઈ ગયા હતા. પરંતુ જાણે કેમ મારા પતિને મારી કંઈ જ પડી ન હોય તે પ્રમાણે તે મારી પર અમાનુષી અત્યાચાર સતત ગુજરાતો રહ્યો છે. જેના કારણે અંતે કંટાળીને ફિનાઈલ ગટગટાવી લીધું હતું. જેના કારણે મને ગંભીર અસર પહોંચતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો સાથે જ પરણિતાએ સાસરિયામાં સાસુ અને નણંદ નો પણ ત્રાસ હોવાનું પોલીસને જણાવ્યું છે.
