વર્ષ 2020ના ઓગષ્ટમાં SURAT જહાંગીરપુરાના ગ્રીન એરિસ્ટો પ્લાઝામાં પીસીબીએ દરોડો પાડીને ફોરેક્ષના નામે લોકો પાસે રોકાણ કરાવી ગેરકાયદે ચલાવાતા કોલસેન્ટર પર દરોડો પાડીને 19 લોકોને ઝડપી પાડયા હતા. જેમાં મૂળ વેરાવળનો અને હાલ માેરાભાગળના વૈષ્ણવદેવી સ્કાયમાં રહેતો 29 વર્ષીય મુખ્ય સુત્રધાર વિકાસ ઉર્ફે વિક્કી પ્રકાશ મહેતા અને તેની બહેન નેહા ભાગી છૂટ્યા હતા. આ કેસમાં સુરત સહિત રાજકોટમાં પણ આરોપી સામે ગુનો નોંધાયો હતો. જેમાં અઠવાડિયા પહેલાં રાજકોટ પોલીસે આરોપી વિકાસને ઝડપી પાડ્યો હતો.રાજકોટથી પીસીબીએ આરોપી વિકાસ ઉર્ફે વિક્કી મહેતાને સુરત લાવી તેનો કબજો જહાંગીરપુરા પોલીસને સોંપ્યો હતો. પીસીબીએ રાજકોટ પોલીસથી કબજો લઇને આરોપી વિકાસ ઉર્ફે વિક્કીને સુરત લઇ આવી હતી. જેમાં જહાંગીરપુરા પોલીસે આરોપી વિકાસ મહેતાની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરતા તેને 3 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. રિમાન્ડમાં તેની સાથે અન્ય કોણ કોણ સામેલ છે અને અત્યાર સુધીમાં કયા કયા રોકાયો આ તમામ પાસાઓની પોલીસ તપાસ કરશે જયારે તેની બહેન નેહા મહેતાની ધરપકડ બાકી છે.
