ગુજરાતમાં દારૂબંધી નો કોઈ જગ્યાએ અમલ થતો નથી અને દારૂબંધીના નામે અનેક વચેટિયા કરોડો માં કમાઈ રહયા છે ત્યારે રાજકોટમાં કાલાવડ રોડ ઉપર કલેક્ટર હસ્તકની સરકારી ઉપર જ દેશી દારૂ નો અડ્ડો ધમધમી રહ્યો છે. અહીં ખુલ્લેઆમ દારૂ બનાવવામાં અને વેચવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બુટલેગર બોલે છે કે, પોલીસને મોટા હપ્તા આપીએ છીએ. આ ન્યૂસન્સ ને લઈ નજીકમાં આવેલી એવરેસ્ટ પાર્કનાં લોકો પણ ત્રાસી ઉઠ્યા છે.અહીં ખુલ્લેઆમ દેશી દારૂ બનાવાતો તેમજ પીવાતો હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક અને કોરોનાનાં નિયમોનું ચુસ્ત પાલન કરાવતી પોલીસ દારૂબંધીનો અમલ કરાવવા અહીં ક્યારે જશે તેની લોકો રાહ જોઈ રહયા છે.
નોંધનીય છે કે પોલીસ છેલ્લા ત્રણ રવિવારથી દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડે છે. પરંતુ બે-ત્રણ લીટર પકડાય તોય મેગા ડ્રાઇવનું નામ આપી મોટા કામ કર્યા નો ગૌરવ લઈ રહી છે ત્યારે આ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા સામે પગલાં ભરે તેવું નજીક માં રહેતા લોકો માં ચર્ચાઈ રહ્યું છે.
