મુંબઇ : વિરાટ કોહલીની બેટિંગમાં જે ચમક છે તે આમ જ નથી. તેની ફિટનેસની આમા મહત્વની ભૂમિકા છે. ઑફ સિઝનમાં 4 કલાકથી વધુ સમય જીમમાં વિતાવનારો કોહલી પિચ પર સુપરસ્ટાર છે અને ફિટનેસ જાળવી રાખવા તે પોતાની ડાયેટ પર સંપૂર્ણ ધ્યાન આપે છે.
બટર, ચીકન, મિઠાઇ છેલ્લા 4 વર્ષથી નથી ખાધા
હાલમાં જ એક ચેટ શો દરમિયાન પોતાના ફિટનેસ પ્રેમને જાહેર કર્યો. તેણે ફિટનેસ જાળવવા માટે પોતાના ફેવરેટ બટર ચિકનને ચાર વર્ષથી હાથ પણ અડાડ્યો નથી. આ સિવાય તેણે પોતાની મનપસંદ મીઠી વાનગીઓ પણ છોડી દીધી છે. કોહલીનું કહેવું છે કે, જ્યારે ક્રિકેટ સીઝન શરૂ હોય ત્યારે તે દોઢ કલાક જિમમાં જાય છે. આ તેનું પોતાનું કમિટમેન્ટ છે. હવે સવાલ એ થાય છે કે, કોહલી પોતાને ફિટ રાખવા માટે કેવી ડાયેટ ફોલો કરે છે. કોહલીનો દિવસ આમલેટ, ત્રણ એગ વ્હાઈટ્સ, એક આખું ઈંડુ, મરી, ચીઝ અને પાલક સાથે શરૂ થાય છે.
કોહલી લંચ અને ડિનરમાં શું લે છે
ગ્રીલ્ડ બેકન, ગ્રીલ્ડ માછલી, સ્મોક્ડ સેલ્મ, પપૈયુ. જ્યારે ટ્રેનર તેને મસલ્સ વધારવા માટે કહે છે ત્યારે રેડ મીટનું પ્રમાણ વધારી દે છે. અથવા લંચમાં ગ્રીલ્ડ મીશન, મેશ આલુ અને પાલક ખાય છે. જ્યારે તે રમે છે ત્યારે તડબૂચ ખાવાનું પસંદ કરે છે. તેનું કહેવુ છે કે, ‘હું સારા એવા પ્રમાણમાં ચીઝ ખાઉં છું. હું મારી સાથે હોટલમાં નટ બટર અને ગ્લૂટન ફ્રી બ્રેડ પર રાખું છું.’ રાતના સમયે વિરાટ મોટાભાગે જમવામાં સી-ફૂડ ખાવાનું પસંદ કરે છે.