બરોડા : બરોડા ક્રિકેટ એસોસીએશનની અંડર 19ની મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટ ઝોનમાં ચૈમ્પિયન બની છે. હાલમાં ઓરંગાબાદમાં રમાયેલી અંડર -19 વેસ્ટ ઝોન વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌથી વધુ પોઈન્ટ મેળવી વડોદરાની મહિલા ખેલાડીઓએ ઉત્તમ દેખાવ કરી ચેમ્પિયનશિપ હાશીલ કરી હતી. વડોદરા ટીમે માત્ર 13.3 ઓવરમાં એક વિકેટ 59 રન બનાવી જીત મેળવી હતી. વડોદરા વતી રાધાયાદવે 4રનમાં 3 અને જયા મોહિતેએ 19 રનમાં 3 વિકેટ મેળવી હતી. જ્યારે ચાર્મી શાહે 12 રનમાં બે વિકેટ મેળવી હતી. વડોદરાની ટીમ 16મી નવેમ્બરે બિહાર ખાતે રમાનાર સુપરલીગ માટે ક્વોલિફાય થઈ ગઈ છે ત્યારે ટીમે તડામાર તૈયારઓ શરૂ કરી છે.
