સૌરાષ્ટ્ર ના ધ્રોલ તાલુકા માં આવેલ મજોઠ ગામે એક સાથે 50 થી વધુ ઘેટાના મોત થયા ની વાતે ભારે ચકચાર જગાવી છે.
બનાવ ની જાણ થતાં વનવિભાગ, વેટરનીટી ડોક્ટર સહીતનાં સ્ટાફે સ્થળની મુલાકાત લીધી હતી.
ધ્રોલ તાલુકાનાં મજોઠ ગામે રહેતા કાનાભાઇ લાખાભાઇ ઝાંપડાનાં વાડામાં રાત્રી દરમ્યાન કોઈ પશુ એ અમુક ઘેટાં ફાડી ખાધા હોવાની વાત સાથે 50 થી વધુ ઘેટાનાં અચાનક મોત થઇ ગયા નું પશુ મલિક નું કહેવું છે ઘટના બાદ પશુ ડોક્ટર અને વનવિભાગ સહીતનાં વિભાગોને જાણ કરવામાં આવી હતી. આ ઘેટાઓનાં મોત કોઇ જંગલી પશુએ ચાર પાંચ ઘેટા પર હુમલો કરવાથી અને બાકીનાં હુમલાથી ભયનાં કારણે મૃત્યુ પામ્યાનું માલધારીએ જણાવ્યું હતું. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરાતા તેઓ ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. વેટરનીટી ડોક્ટરને જાણ કરાઇ હતી પરંતુ માલિક દ્વારા ઘેટાઓનાં મૃતદેહો દુર કરાયા હોય આ ઘટના માં તપાસ ચાલી રહી છે.
