બૃહન્નમુમ્બઇ મહાનગર પાલિકા(બીએમસી) સાર્વજનિક સ્થળો પર થૂંકવા પર થનાર દંડની રકમ 200 રૂપિયા વધારીને 1200 રૂપિયા કરવાનો વિચાર કરી રહી છે.બીએમસીના એક વરિષ્ટ અધિકારીએ મંગલવરરે આ જાણકારી આપી હતી.બીએમસીના પ્રમુખ ઇકબાલ સિંહ ચહલએ હાલમાં આવા એક પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેના પ્રમાણે સાર્વજનિક સ્થળો પર થૂંકવા ઉપર લાગતા દંડની રકમ વધારી શકાય. બીએમસીના અધિકારીએ કહ્યું કે રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળ્યા પછીજ આ લાગુ થઇ શકશે.આ લાગુ કરવા માટે મુંબઈ સ્વચ્છતા અને સફાઈ ઉપનિયમ 2006માં પરિવર્તન કરવું પડશે. નોંધપાત્ર છે કે પાછલા 6 મહિના દરમ્યાન બીએમસીએ સાર્વજનિક સ્થાનો પર થૂંકવાવાળા લોકો પાસેથી દંડ પેટે 28.67 લાખ રૂપિયા એકત્ર કર્યા હતા.
